________________
२८०
नयविंशिका-१५ रूपान्तरमासाद्यैव जलाहरणादिकं करोति, घटस्तु स्वरूपेणैवेति महदन्तरमिति चेत् ? न, पिण्डेऽपि पृथुबुध्नोदरादिलक्षणस्य तस्य स्वरूपस्य विद्यमानत्वात्, केवलं तद्दर्शनार्थं नैगमनयदृष्टिरपेक्षिता । ___ किञ्च बीजप्रथमक्षणस्वरूपाद् बीजचरमक्षणस्वरूपं सर्वथा समानमेव भवतीषद्भिन्नं वेत्यालोच्यमाने ईषद्भिन्नं भवतीत्येव निश्चीयते, अन्यथेलापवनादिसहकारिचक्रस्याकिञ्चित्करत्वापत्तेः । अयम्भावः - सहकारिचक्रं बीजे कस्यचिद् विशेषस्याधानं करोति न वा ? पश्चिमे विकल्पे तच्चक्रस्याकिञ्चित्करत्वं स्पष्टमेव । अथ प्रथमो विकल्पस्तर्हि सिद्धो बीजप्रथमक्षणाद् बीजचरमक्षणे तद्विशेषलक्षणो विशेषः । दृश्यतेऽपि चावयवशिथिलीभवनादिलक्षणो विशेषो बीजचरमक्षणे । अत एव ऋजुसूत्रनयो बीजचरमक्षणं विलक्षणमेव मन्यते, अङ्करकारणतयाऽपि तमेव स्वीकुरुते बीजचरमक्षणं, न तु बीजप्रथमादिक्षणम् । तथापि व्यवहारनयवादिन् ! प्रथमक्षणाच्चरमक्षणं यावद् बीजं तदेव, न तत्र किञ्चिदपि वैलक्षण्यं, बीजचरमक्षणवद् बीजप्रथमक्षणोऽप्यविशेषेणाङ्करकारणमित्यादिकं यद्भवता कथ्यते तेनैतत्स्पष्टमेव
સમાધાન- ના, ફરક નથી. પિંડમાં પણ એ પૃથુબુબ્બોદરાદિરૂપ આકાર રહેલો જ છે, માત્ર એને જોવા માટે નૈગમનયની દૃષ્ટિ જોઈએ. વળી બીજનું પ્રથમ ક્ષણે જે સ્વરૂપ હોય છે તેનાથી એનું ચમક્ષણનું સ્વરૂપ સર્વથા સમાન હોય કે કંઈક પણ જુદું હોય? આ વિચારતાં જણાય છે કે કંઈક પણ જુદું હોય છે. જો એમાં જરા પણ ફેરફાર થયો ન હોય તો ઈલા-પવનાદિ સહકારી કારણો અકિંચિત્કર બની જાય. આશય એ છે કે સહકારી કારણો બીજમાં કોઈ વિશષતા ઊભી કરે છે કે નહીં ? જો ન કરતાં હોય તો તેઓ અકિંચિત્કર છે એ સ્પષ્ટ છે. હવે જો કરે છે એમ પ્રથમ વિકલ્પ કહીએ તો પ્રથમબીજક્ષણ કરતાં ચરમબીજક્ષણમાં એ વિશેષતારૂપ ફેરફાર સિદ્ધ થઈ જ જશે. વળી અવયવો શિથિલ બની જવા (પોચા પડી જવા) વગેરે રૂપ ફેરફાર બીજચરમક્ષણમાં જોવા મળતો જ હોય છે. એટલે જ ઋજુસૂત્રનય બીજચરમણને વિલક્ષણ જ માને છે, અને અંકુરના કારણ તરીકે પણ એને જ માને છે, નહીં કે બીજપ્રથમાદિક્ષણને. છતાં પણ તે વ્યવહારનયવાદી ! “પ્રથમક્ષણથી ચરમક્ષણ સુધી બીજ એ જ છે, એમાં કોઈ જ વિલક્ષણતા હોતી નથી અને તેથી બીજચમક્ષણની જેમ બીજપ્રથમક્ષણ પણ સમાન રીતે અંકુરનું કારણ છે” વગેરે તું જે કહે છે તેનાથી આ વાત સ્પષ્ટ જ છે કે બીજપ્રથમક્ષણમાં વ્યક્ત રૂપે નહીં દેખાતું અને અંકુરનું કારણ બનતું એવું બીજનું ચમક્ષણીય ચોક્કસ સ્વરૂપ તું ચરમણની જેમ પ્રથમક્ષણમાં પણ સમાન રીતે જુએ જ છે ને કહે જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org