________________
२२५
ऋजुसूत्रगृहीतयोर्द्रव्यपर्याययोर्मिथः सापेक्षत्वमेव
नयत्वञ्च सम्भवेदिति चेत् ? न दृष्टान्त-दान्तिकयोर्वैषम्यात् । तथाहि - उलूकेन सामान्यलक्षणाद् द्रव्याद् विशेषलक्षणा: पर्यायाः सर्वथा निरपेक्षा: पृथग्भूताः कल्पिताः, अतः सामान्यग्राहिणो द्रव्यास्तिकाद्विशेषग्राही पर्यायास्तिको निरपेक्ष एव । परन्तु प्रस्तुते ऋजुसूत्रे नये न तथा रूपादिगुणानामाधारतया गृहीतस्य घटादेरेव क्षणिकतया ग्रहणाद् । ततश्च यदाधारांशद्रव्यं तस्यैव क्षणिकतया पर्यायत्वादृजुसूत्रगृहीतौ द्रव्यपर्यायौ न मिथो निरपेक्षौ, अपि तु मिथोऽनुविद्धत्वात्परस्परसापेक्षावेवेति जैनसाधोर्बोधवदृजुसूत्रः प्रमाणमेव स्याद्, न तु नय इति वाच्यं क्षणिकतया पर्यायग्राहिणो बोधस्य ध्रौव्यांशद्रव्यग्राहित्व एव प्रमाणत्वसिद्धेः, ध्रौव्यस्यैव क्षणिकत्वप्रतिपन्थिधर्मरूपत्वात् । अयम्भावः कस्य बोधस्य नयत्वमिति नियमनार्थं 'मिथः प्रतिपन्थिनो येंऽशास्तेभ्य एकस्यांशस्य ग्राहको यो बोधः स नयः' इति पूर्वं (पृ. ९) उक्तम् । ततश्च 'मिथः प्रतिपन्थिनां सर्वेषामंशानां ग्राहको यो बोधः स प्रमाणमित्यपि नियमः प्राप्यत एव। ऋजुसूत्रो यमुत्पादव्ययांशं गृह्णाति तस्य
જ રીતે પ્રસ્તુતમાં ઋજુસૂત્રમાં પણ બન્નેને ગ્રહણ કરવાપણું હોવા છતાં પ્રમાણત્વનો અભાવ અને નયપણું સંભવે છે.
સમાધાન (પૂર્વપક્ષ)-આવી શંકા બરાબર નથી, કારણ કે દૃષ્ટાન્ત અને દાર્દાન્તિકમાં વિષમતા છે. તે આ રીતે ઊલૂકે સામાન્યાત્મક દ્રવ્યથી વિશેષાત્મક પર્યાયોને સર્વથા નિરપેક્ષ પૃથભૂત કલ્પેલા છે. એટલે સામાન્યગ્રાહી દ્રવ્યાસ્તિક કરતાં વિશેષગ્રાહી પર્યાયાસ્તિકનય બિલકુલ નિરપેક્ષ જ છે. પરંતુ પ્રસ્તુતમાં ઋજુસૂત્રમાં આવું નથી, કારણ કે રૂપાદિગુણોના આધારરૂપે ગૃહીત ઘટાદિને જ તે ક્ષણિક તરીકે ગ્રહણ કરે છે. એટલે જે આધારાંશ દ્રવ્ય છે તે જ ક્ષણિક હોવાથી પર્યાયરૂપ હોવાના કારણે આ બે દ્રવ્યપર્યાય પરસ્પર નિરપેક્ષ નથી, પણ પરસ્પર સંકળાયેલા હોવાથી પરસ્પર સાપેક્ષ જ છે. માટે જૈન સાધુના બોધની જેમ ઋજુસૂત્રનય પણ પ્રમાણ જ બનશે, નહીં કે નય.
ઉત્તરપક્ષ - આવો પૂર્વપક્ષ કરવો નહીં, કારણ કે ક્ષણિકતાના કારણે જે બોધ પર્યાયને જુએ છે એ જો ધ્રૌવ્યાંશદ્રવ્યને જોનાર હોય તો જ પ્રમાણરૂપે સિદ્ધ થઈ શકે છે. કારણ કે ધ્રૌવ્ય જ ક્ષણિકતાના પ્રતિપત્થી ધર્મરૂપ છે. ભાવ એ છે કે કયો બોધ નયરૂપ બને ? એનું નિયમન કરવા માટે પૂર્વે (પૃ. ૯) કહ્યું છે કે - “પરસ્પર પ્રતિપંથી અંશોમાંથી એક અંશનું ગ્રહણ કરનારો બોધ એ નય.” એટલે જ “પરસ્પર પ્રતિપંથી હોય એવા બધા અંશોનું ગ્રહણ કરનારો બોધ એ પ્રમાણ' એવો નિયમ પણ મળે જ છે. ઋજુસૂત્ર જે ઉત્પાદ-વ્યય અંશનું ગ્રહણ કરે છે તેના પ્રતિપંથી એવા ધ્રૌવ્ય અંશનું
Jain Education International
1
-
For Private & Personal Use Only
-
www.jainelibrary.org