SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ जिनजीवस्याकालमेव द्रव्यजिनत्वम् १७९ योग्यताया आकालमेकरूपतयैवाकलनादि 'त्यध्यात्ममतपरीक्षावचनादाकालमेव जिनजीवस्य द्रव्यजिनत्वेन ज्ञायमानत्वात् । तथाहि, आकालमेते परार्थव्यसनिन उपसर्जनीकृतस्वार्था उचितक्रियावन्तोऽदीनभावाः सफलारम्भिणोऽदृढानुशयाः कृतज्ञतापतयोऽनुपहतचित्ता देवगुरुबहु - मानिनस्तथा गम्भीराशया इतीति ललितविस्तरायां 'पुरिसुत्तमाणं 'विशेषणविवरणे यदुक्तं तेनापि जिनजीव आकालं योग्यताविशेषोऽस्तीति निश्चीयत एव । ततश्च द्रव्यजिनत्वमप्याकालं वर्तत एव । अत एवासङ्ख्येयभवपूर्वमपि मरीचिर्द्रव्यजिनतया भरतचक्रवर्तिना वन्दितः । नन्वेवं तर्ह्यसंव्यवहारराशिस्थोऽपि जिनजीवो द्रव्यजिनतया वन्दनीय इति चेद् ? मैवं शङ्किष्ठाः, यत्र कार्यकारणभावः केनाप्युपायेनानुसन्धीयते तत्रैव द्रव्यनिक्षेपव्यवहारात् । तदुक्तं प्रतिमाशतकवृत्तौ - एतेन 'द्रव्यजिनस्याराध्यत्वे करतलपरिकलितजलचुलुकवर्तिजीवानामप्याराध्यत्वापत्तिः, જિનજીવ આકાળ=સંપૂર્ણકાળ દરમ્યાન દ્રવ્યજિન તરીકે જણાય છે. તે વચનનો અર્થ આવો છે-ટ્વનિળા નિખનીવા આ વાત કોઈપણ વિશેષણ લગાડ્યા વિના કહી હોવાથી અરિહંતના જીવસ્વરૂપ ભાવઅરિહંતની ઉપાદાનયોગ્યતા સંપૂર્ણકાળ દરમ્યાન એક સરખી જણાય છે. તથા નમુત્યુર્ણસૂત્રમાં રહેલા પુરિમુત્તમમાં વિશેષણનું વિવરણ કરતી વખતે લલિતવિસ્તરામાં જે કહ્યું છે તેનાથી પણ જિનેશ્વરદેવના જીવમાં સંપૂર્ણકાળ દરમ્યાન કોઈક વિશેષ પ્રકારની યોગ્યતા હોવી નિશ્ચિત થાય જ છે. એટલે દ્રવ્યજિનપણું પણ સંપૂર્ણકાળ દરમ્યાન રહેલું જ છે. લલિતવિસ્તરામાં ત્યાં આ પ્રમાણે કહ્યું છે-“આશ્રી તીર્થંકરના આત્માઓ આકાલં=સંપૂર્ણ કાળ દરમ્યાન પરાર્થવ્યસની, સ્વાર્થને ગૌણ કરનારા, ઉચિતક્રિયાવાન્, અદીનભાવવાળા, સફળારંભી, અદૃઢઅનુશયવાળા, કૃતજ્ઞતાના સ્વામી, નહીં હણાયેલા ચિત્તવાળા, દેવ-ગુરુપર બહુમાનવાળા તથા ગંભીર આશયવાળા હોય છે.’ આમ તેઓ આકાલ દ્રવ્યજિન હોય છે, તેથી જ અસંખ્યભવ પૂર્વે પણ મરીચિને ભરતચક્રીએ દ્રવ્યજિન તરીકે વંદન કર્યું. શંકા - આમ તો અવ્યવહાર રાશિમાં રહેલા જિનજીવને પણ દ્રવ્યજિનરૂપે વાંદવા પડશે. સમાધાન આવી શંકા ન કરવી, કારણ કે કાર્ય-કારણભાવનું અનુસંધાન જ્યાં કોઈ પણ ઉપાયથી થાય ત્યાં જ દ્રવ્યનિક્ષેપનો વ્યવહાર થાય છે. પ્રતિમાશતકની વૃત્તિમાં કહ્યું જ છે કે ‘‘દ્રવ્યજિન જો આરાધ્ય છે, તો હથેલીમાં રહેલ પાણીમાં રહેલા જીવો પણ આરાધ્ય બની જશે, કારણ કે તેઓ પણ ક્યારેક ‘જિન' બનવા સંભવે છે.'' - Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy