________________
परसङ्ग्रहेण नमस्कार - घटादेरभाव एव
१६५
न त्वनुत्पन्नः। अत एव नमस्कारस्योत्पन्नत्ववादिनां शेषनयानां मध्ये सङ्ग्रहस्यापि समावेशः कृत एव । एतेनापि सङ्ग्रहनयस्य नमस्कार एव विषयः, न तु नमस्कारत्वमिति सिध्यत्येव, नमस्कारत्वजातेरुत्पत्त्यभावात् । ततश्च सङ्ग्रहाभिमतं तिर्यक्सामान्यं नमस्काररूपमेव, न तु नमस्कारत्वरूपमित्यपि सिद्धम् । ननु यथाऽविशुद्धनैगमस्यैवोत्पन्नस्य नमस्कारस्याभिमततया शेषनयेषु नैगमस्याविशुद्धनैगमतया समावेशस्तथा सङ्ग्रहस्याप्यपरसङ्ग्रहतयैव कुतो न कृतः ? शृणु-नैगम आदिनैगमस्य तु नमस्कारोऽनुत्पन्नतयैव संमतः, अतस्तद्व्यवच्छेदार्थमविशुद्धत्वविशेषणमुपात्तम् । सङ्ग्रहे तु परसङ्ग्रहस्योत्पन्नोऽनुत्पन्नो वा न कोऽपि नमस्कारः संमतः, न केवलो नमस्कार एव, घटपटादिः कोऽपि पदार्थस्तस्य नैव संमतः, सन्मात्रग्राहित्वात्तस्य । अत एव पञ्चस्वपि गतिषु येषां जीव इष्टस्तेषु नयेषु सर्वसङ्ग्रहो यन्न सङ्गृहीतस्तद्विषये नयोपदेश( ४५ ) वृत्तौ 'सर्वसङ्ग्रहस्य सन्मात्रार्थत्वात् तत्त्यागः' इत्युक्तम् । तथा
બાદ જ ‘ઘટ' છે. એ જ રીતે આ અપરસંગ્રહની દૃષ્ટિએ નમસ્કારરૂપે જેઓ પરિણમેલા નથી એવા મિથ્યાત્વી જીવો ‘નમસ્કાર’ નથી જ. પણ નમસ્કારરૂપે ઉત્પન્ન થયા બાદ જ તેઓ ‘નમસ્કાર' છે. એટલે અપરસંગ્રહનયે નમસ્કાર ઉત્પન્ન જ છે, અનુત્પન્ન નથી. એટલે જ નમસ્કારને ઉત્પન્ન કહેનારા શેષનયોમાં સંગ્રહનયનો સમાવેશ કરેલો જ છે. આ વિચારણાથી પણ એ નિશ્ચિત થાય છે કે સંગ્રહનયનો ‘નમસ્કાર' એ જ વિષય છે, નહીં કે નમસ્કારત્વ, કારણ કે નમસ્કારત્વ જાતિ તો ઉત્પન્ન હોતી નથી, (જ્યારે સંગ્રહનયનો વિષય તો અહીં ઉત્પન્ન કહેલો છે) એટલે જ સંગ્રહમાન્ય તિર્યક્સામાન્ય પણ નમસ્કારરૂપ જ છે, નહીં કે નમસ્કારત્વરૂપ એ પણ સિદ્ધ થયું.
શંકા - જેમ અવિશુદ્ધર્નંગમને જ ઉત્પન્ન નમસ્કાર માન્ય હોવાથી શેષનયોમાં નૈગમનયનો સમાવેશ અવિશુદ્ધર્નંગમ તરીકે છે, એમ સંગ્રહનયનો સમાવેશ અપરસંગ્રહ તરીકે કેમ ન કર્યો ?
સમાધાન આદિનૈગમને નમસ્કાર માન્ય તો છે જ, માત્ર અનુત્પન્ન તરીકે. એટલે એની બાદબાકી કરવા માટે ‘અવિશુદ્ધર્નંગમ' એમ કહ્યું. પણ સંગ્રહનયમાં પરસંગ્રહ ને તો ‘નમસ્કાર' જેવી કોઈ ચીજ જ નથી... અરે ! ‘નમસ્કાર’ જ શું ? ઘટ-પટ વગેરે જેવી પણ કોઈ ચીજ જ નથી, કારણ કે એ તો ‘સત્' માત્રને જોનાર છે. એટલે જ જે નયોને પાંચે ગતિઓમાં ‘જીવ' માન્ય છે તે નયોમાં સર્વસંગ્રહનો સંગ્રહ જે નથી કર્યો એ અંગે નયોપદેશ(૪૫)ની વૃત્તિમાં “સર્વસંગ્રહ નય ‘સત્’માત્રને
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org