SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका - १३ नैगमनयेऽपि तमेव प्रस्थकत्वेन गृह्णदभिप्रायस्य शुद्धत्वमनुयोगद्वारसूत्रे कथितम् । અનેાન્તવ્યવસ્થાપ્રરને ૬ ‘:-પ્રભૂત્તે:માન:-મહાસામાન્ય-ગવાન્તરસામાન્ય-વિશેષજ્ઞાનलक्षणैः मिनोति मिमीते वा निरुक्तविधिना वर्णविपर्ययान्नैगमः' इति व्युत्पत्तिमुक्त्वा 'अयं च महासामान्यादिषु त्रिषु क्रमेण सर्वाविशुद्धो विशुद्धाविशुद्धो विशुद्धश्च ज्ञातव्यः' इत्येवं शुद्ध शुद्धी कथिते । ततश्च नैगमो यथा यथा विशेषपरस्तथा तथा विशुद्ध इत्यभिप्रायः पर्यवस्यति । ११४ तथा व्यवहारनयवन्नैगमनयस्यापि द्रव्यार्थिकनयतया यथा यथा ध्रौव्यपरत्वं, तथा तथा विशुद्धिः, यथा यथा चोत्पाद-व्ययपरत्वं तथा तथाऽशुद्धिः । ततश्च प्रस्थकदृष्टान्ते वनगमनप्रयोजनीभूतं काष्ठं प्रस्थकं मन्यमानस्य नैगमाभिप्रायस्य छिद्यमानाद्यवस्थं तं प्रस्थकं मन्यमाननैगमाभिप्रायापेक्षया विशुद्धिरेव कथनीया स्याद्, न त्वशुद्धिरिति । अत एव नमस्कारनिर्युक्तौ नमस्कारमनुत्पन्नं मन्यमानो नैगमः सर्वसंग्राहितयाऽऽद्यनैगमत्वेनोक्तः, ध्रौव्यमात्रग्राहित्वात् तस्य विशुद्धतमत्वं तु स्पष्टमेव । નૈગમનયમાં પણ તેનો જ પ્રસ્થક તરીકે ગ્રહણ કરનાર અભિપ્રાયને ‘શુદ્ધ' તરીકે શ્રી અનુયોગદ્વારમાં કહેલ છે અને અનેકાન્તવ્યવસ્થાપ્રકરણમાં આ પ્રમાણે કહેલ છે મહાસામાન્ય-અવાન્તરસામાન્ય અને વિશેષના જ્ઞાનરૂપ અનેક પ્રમાણોથી વસ્તુને જુએ તે નૈગમનય (શબ્દમાં નૈકમા શબ્દ છે. વ્યુત્પત્તિવિધિથી ‘ક' વર્ણનો ‘ગ' વર્ણ થઈ ગયો તેથી ‘નૈગમ' શબ્દ બન્યો.) આમાંથી મહાસામાન્યને ગ્રહણ કરનારો નૈગમ સર્વઅવિશુદ્ધ છે, અવાંતરસામાન્યને ગ્રહણ કરનારો શુદ્ધાશુદ્ધ છે અને વિશષને ગ્રહણ કરનારો વિશુદ્ધ છે. એટલે નૈગમ જેમ-જેમ વિશેષગ્રાહી હોય તેમ તેમ વિશુદ્ધ હોય છે એવો અભિપ્રાય પર્યવસિત થાય છે. - વળી, વ્યવહારનયની જેમ નૈગમનય પણ દ્રવ્યાર્થિક તો છે જ. તેથી, એ જેમ જેમ ધ્રૌવ્યગ્રાહી હોય એમ એમ વિશુદ્ધ છે અને જેમ-જેમ ઉત્પાદ-વ્યયગ્રાહી હોય છે એમ એમ અવિશુદ્ધ છે. એટલે પ્રસ્થક દૃષ્ટાન્તમાં વનગમનપ્રયોજનીભૂત કાષ્ઠને પ્રસ્થક તરીકે જોનાર ` નૈગમપ્રકારને છિદ્યમાનાદિ અવસ્થામાં રહેલ કાષ્ઠને પ્રસ્થક તરીકે જોનાર નૈગમપ્રકારની અપેક્ષાએ શુદ્ધ જ કહેવાનો રહે છે, નહીં કે અશુદ્ધ. એટલે જ નમસ્કારનિર્યુક્તિમાં નમસ્કારને અનુત્પન્ન માનનાર નૈગમપ્રકારને સર્વસંગ્રાહી હોવાના કારણે આદ્યનૈગમ તરીકે કહેલ છે અને એ માત્ર ધ્રુવતાનું જ ગ્રહણ કરે છે, તેથી વિશુદ્ધતમ તો છે જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy