SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २५९ ॥ तृतीया 'किङ्कर' पुरुषकथा ॥ तहा किंकरे त्ति जहा किल एगंमि गामे एगो कुलपुत्तओ नियमहिलाए अच्चंतं गाढाणुरागरत्तो होत्था। सो य पइदिणं पभाए उट्ठिऊण आएसं मग्गइ । जहा दइए ! आइससु किं करोमि भणइ तलायाउ उदयं आणेहि पिया जं आइसइ त्ति भणिऊण तहेव करेइ । पुणो वि भणइ किं करोमि । सा भणइ तंदुले छडसु एवं जाव मे भोयणं देहि, उज्झसु उच्छिट्ठ सोहेहि भायणाणि ठाणे नेऊण ताणि मुयसु तहा ममं पाए पक्खालिय घएण फीणसुत्ति, जणेण नाओ किंकरो त्ति विस्सुओ ।।३।। ॥ चतुर्थी 'तत्थण्हायए' पुरुषकथा । तहा तत्थण्हायए त्ति जहा एगो भज्जायत्तो आसि वाणियपुत्तो तेणन्नया नियमज्जा भणिया। जहा पिए अहं ण्हाउमिच्छामि तीए भणियं जइ एवं ता आमलए वट्टिऊण गहसु, ण्हाणपोत्तियं परिहसु, नियसरीरं चोप्पडसु, घडयं गेण्हसु, तलाए ण्हाइउं जहिच्छं देवच्चणं कुणसु घडयं च जलस्स भरिउं आगच्छसु त्ति । तेण पिययमा जं आइसइ त्ति भणिऊण तहेव कयं, एवं निच्चंपि। जणेण नाओ तत्थण्हायउत्ति विस्सुओ ।।४।। • “કિંકર પુરુષની ત્રીજી કથા છે (૩) “વિકર' ની કથા આ પ્રમાણે છે, (હિજર = વિરજિ- હિરોમિ તિ પૃથ્વી ઋાથે ફર્વન્તમ્ વિવર ઉચ્ચતે = શું કરું ? શું કરું ? એ પ્રમાણે પૂછી પૂછીને કાર્યકરનારને કિંકર કહેવાય છે.) એક ગામમાં એક કુલપુત્ર પોતાની પત્ની ઉપર અત્યંત ગાઢ-રાગવાળો હતો. રોજ સવારે ઉઠીને તે આદેશ માંગે છે, “હે દયિતે ! આદેશ કરો, હું શું કરું ?” તેનો જવાબ આવે ‘તળાવમાંથી પાણી લાવો.” એટલે “પ્રિયાનો જેવો આદેશ” એમ કહીને, આદેશ પ્રમાણે કરે છે. ફરી પૂછે છે “હવે શું કરું ?' તે જવાબ આપે “ચોખા ચઢાવો = રાંધવા મૂકો. એ રીતે છેક “મને ભોજન આપો સુધી આદેશ કરે. વળી, “એઠું ફગાવી દો = વાસણ માંજી દો, ભાજનો બધા લઈને સ્થાને ગોઠવી દો.' તેમજ, “મારા પગ ધોઈને ઘીથી એનું માલીશ કરો.” વગેરે આદેશોનું પાલન કરતાં એવા તેને લોકોએ જોયો. એટલે “ વિર’ એ પ્રમાણે ખ્યાતિ પામ્યો. • ચોથી “તત્થહાયએ' પુરુષની કથા છે (૪) “તત્થાયg' = પત્ની જ્યાં કહે ત્યાં સ્નાનકરનારની કથા આ પ્રમાણે છે. પત્નીને વશ એવો એક વણિકપુત્ર હતો. તેણે એકવાર પોતાની પત્નીને કહ્યું “હે પ્રિયા ! હું ન્હાવા ઈચ્છું છું.” તેણે જવાબ આપ્યો “જો એમ હોય તો આમળા વાટીને લ્યો (= સૂકા આમળાનો ભૂક્કો શરીર પર ચોળવામાં આવે છે. જેથી ચામડીની કાંતિ વધે અને કુણાશ આવે), જાવાની પોતડી પહેરો, પોતાના શરીરે એ ચોપડો, ઘડો સાથે લઈને ન્હાવામાટે તળાવે જાઓ. ત્યાં ઈચ્છા પ્રમાણે હાઈને દેવની પૂજા કરો. અને વળતા પાણીથી એ ઘડો ભરતા આવજો.” તેણે પણ “પ્રિયાની જેવી આજ્ઞા” એમ કહીને તે જ પ્રમાણે કર્યું. એ પ્રમાણે રોજ પણ થતું આવ્યું. એટલે વાતની ખબર પડતા લોકોએ એને “તસ્થ૩િ ' તરીકે પ્રખ્યાત કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy