________________
૩૯૮)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , આ પ્રમાણે પિંડપદ અને એષણાપદનો નિક્ષેપ કર્યો, તેનો નિક્ષેપ કરવાથી નામનિક્ષેપ કહ્યો, અને તે કહેવાથી પિડનિયુક્તિ પરિપૂર્ણ (સમાપ્ત) થઈ. “તિ’ 'येनैषा पिण्डनियुक्ति-युक्तिरम्या विनिर्मिता ॥ द्वादशाङ्गविदे तस्मै, नमः श्रीभदबाहवे ॥१॥ व्याख्याता यैरेषा विषमपदार्थापि सुललितवचोभिः ॥ अनुपकृतपरोपकृतो विवृतिकृतस्तान्नमस्कुर्वे ॥२॥ इमां च पिण्डनियुक्ति - मतिगम्भीरां विवृण्वता कुशलं ॥ यदवापि मलयगिरिणा, सिद्धि तेनाश्रुतां लोकः॥३॥ अर्हन्तः शरणं सिद्धाः शरणं मम साधवः ॥ शरणं जिननिर्दिष्टो, धर्मः शरणमुत्तमः ॥४॥
एवं ग्रन्थाग्रसंख्या ७००० पिंडनियुक्तिं समाप्त ॥ इति श्रीमन्मलयगिर्याचार्यवर्यविहितविवृतिवृता श्रीमद्भद्रबाहुस्वामिङ्कलिखा पिण्डनियुक्तिः समाप्ता
જેમણે આ યુક્તિ વડે રમણીય એવી પિંડનિર્યુક્તિ બનાવી છે. તે દ્વાદશાંગીના જ્ઞાનવાળા શ્રી ભદ્રબાહુસ્વામીને નમસ્કાર હો. ૧. વિષમ પદાર્થવાળી હોવા છતાં પણ આ પિંડનિર્યુક્તિ જેઓએ સુલલિત (મનહર) વચનો વડે વ્યાખ્યાન કરી , તે ઉપકારની અપેક્ષા રહિત ઉપકારને કરનારા વિવરણકારને હું નમસ્કાર કરું છું. ૨. અતિગંભીર એવી આ પિંડનિર્યુક્તિનું વિવરણ કરતા મલયગિરિએ જે કુશલ (પુણ્ય) પ્રાપ્ત કર્યું હોય, તે વડે સર્વ લોક સિદ્ધિને પામો. ૨. અરિહંતો મારું શરણ છે, સિદ્ધો શરણ છે. સાધુઓ શરણ છે અને શ્રી જિનેશ્વરોએ બતાવેલ આ ઉત્તમ ધર્મ મારું શરણ છે. ૪. આ ગ્રંથાગ્રની સંખ્યા ૭૦૦૦ શ્લોકોની છે, પિંડનિયુક્તિ સમાપ્ત થઈ. ઇતિ આચાર્યવર્ય શ્રીમાન મલયગિરિસૂરિ મહારાજાએ કરેલી વિવૃત્તિ વડે સહિત
શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલી પિંડનિયુક્તિ સમાપ્ત થઈ.
॥ इति श्री पिण्डनियुक्तिः समाप्ता ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org