________________
૨૦
લાગે. (અલબત્ત પૂર્વે કોઈકે તેને સ્પષ્ટ કર્યા પણ હશે, જે સાહિત્ય ઉપલબ્ધ નથી.) ખરેખર વાંચતા વાંચતા એવી અનુભૂતિ થઈ કે જાણે કોઈ પૂર્વનો ગ્રન્થ ક્યાંકથી સજીવન થયો હોય.
દર્શનશાસ્ત્રોના ખરેખર અપ્રકાશિત રહી ગયેલા પ્રમેયોને જ પ્રકાશિત કર્યા છે તેથી સસ-સવિશેષ ઉપકારક બને એવું લખાણ છે. દિવસ-રાત આ જ લેગ્યામાં, તેના જ વિચારોમાં રમમાણ રહ્યા હશો તો જ અને ત્યારે જ આવું સ્પષ્ટતાપૂર્વકનું ઊંડાણ હાંસલ થાય. આપના માર્ગસ્થ ક્ષયોપશમ, તર્કશુદ્ધિ વગેરેનો ફરી એકવાર પ્રત્યક્ષ પરચો મળ્યો.
શક્ય બને તો નવી અનુપ્રેક્ષાને અવગાહતી એક સ્વતંત્ર નાની પુસ્તિકા ખાસ કરવા જેવી છે જેથી રાસ ન વાંચનારા પણ આ પદાર્થોને સ્પષ્ટ રીતે સમજી શકે.
વાંચતા વાંચતા જે પ્રશ્નો થાય તે અલગ કાગળમાં ટપકાવતો હતો, પણ થોડા આગળ જતાં જ એનું સમાધાન આવી જાય ને પેલું લખાણ મારે કેન્સલ કરવું પડે. આ રીતે અનેકવાર અનુભવ્યું.
આપના લખાણને આ બહાને વાંચવાનો જે આનંદ આવ્યો તે ખરેખર અવર્ણનીય છે.
* સપ્તભંગી ઘણીવાર વાંચેલી, એક-બે વાર ભણાવેલી, પણ મને કદિ સંતોષ થયેલો નહિ. કંઈ જ સમજ પડી ન હતી. માત્ર ઉપર છલ્લો બોધ થયેલો. આજે આપશ્રીનું જે ચિંતન વાંચ્યું. એ માટે એની અનુમોદના કરવાના મારી પાસે કોઈ શબ્દો જ નથી. કોઈપણ વિશેષ આધાર વિના આવું સૂક્ષ્મ-ગૂઢ છતાં અત્યંત યુક્તિયુક્ત લખાણ કરવું મને તો અશક્ય જ લાગે છે. પણ એ આપશ્રીએ કર્યું જ છે.
ના” ઉપર પણ આવું જ સૂક્ષ્મચિંતન કરીને આપશ્રી લખો એવી ભારભરી ભાવભરી વિનંતી, જેથી જિનશાસનના આ અણમોલ તત્ત્વોને સ્પર્શવાનું સૌભાગ્ય સાંપડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org