________________
१५४
श्रीसप्तभङ्गीविंशिका સમાધાન : પ્રસ્તુત ગ્રન્થમાં જણાવ્યું છે એ મુજબ પદવિશેષના કે અર્થપર્યાયપ્રવૃત્તિનિમિત્તકપદના કે સંકેતિત પદના વિષય ન હોવાથી “વચનના અવિષય છે” એમ કહ્યું છે, એ રીતે સંગતિ કરવી ઉચિત લાગે છે. તે માટે આમાં કોઈ ઉત્સુકતા નથી એ નિઃશંક જાણવું.
શંકા મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરે ‘દ્રવ્યગુણ પર્યાયનો રાસ' ગ્રન્થની ૧૪મી ઢાળમાં [ક્ષણિક કે (ઉપચારથી) અલ્પકાલીન પર્યાયો એ અર્થપર્યાય ને] દીર્ઘકાલીન પર્યાયો એ વ્યંજન પર્યાય. આવી વ્યાખ્યા આપી છે. ને તમે તો ઘટાદિપડવાચ્યતા એ વ્યંજનપર્યાય... આ વ્યાખ્યા આપી છે. તો વિરોધ નહીં થાય ?
સમાધાન : ના, કારણ કે તેઓ શ્રીમદે જ આ વ્યાખ્યા પણ એ જ ગ્રન્થની ચોથી ઢાળમાં આપી છે. વળી જાણવા જેવું એ છે કે ચોથી ઢાળમાં કે જ્યાં આ પદવાણ્યતાની વ્યાખ્યા છે ત્યાં દીર્ઘકાલીન પર્યાયની વ્યાખ્યાનો અંશમાત્ર પણ- અછડતો પણ ઉલ્લેખ-વિચાર કર્યો નથી ને એમ દીર્ઘકાલીનપર્યાયની જ્યાં વ્યાખ્યા છે એ ૧૪મી ઢાળમાં આ વ્યાખ્યાને તેઓશ્રી બિલકુલ સ્પર્યા નથી. માટે જણાય છે કે આ બન્ને અલગ-અલગ વિવેક્ષાઓ છે. આનું વિશેષ સ્પષ્ટીકરણ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસના વિવેચનના બીજા ભાગમાં કરીશું.
નોંધ : પ્રેસમાં બધું ફાઈનલ થઈ ગયા પછી ત્રણ પૃષ્ઠ વધતા હતા એટલે આ અવશિષ્ટ વાતોનું લખાણ પાછળથી ઉમેર્યું છે, તે જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org