________________
૧૩ ))
પસાર કરીને અધ્યેતા બહાર નીકળે ત્યારે સ્પષ્ટ પદાર્થબોધના પાવન તીર્થને જુહાર્યાનો તેને અહેસાસ થાય.
છઠ્ઠી ગાથામાં સપ્તભંગીના ત્રીજા ભંગનું નિરૂપણ છે. “ચાવીષ્ય ' ભંગનું વિવેચન કરતા પૂર્વે “યો ચસ્તર્મિપ્તત્ત્વમ્'' ની પરિભાષાના માધ્યમથી એક સુગમ પૂર્વભૂમિકા રચી દીધી છે. મૃન્મયત્વ, રક્તત્વ વગેરે દરેક સ્વરૂપ ઘડાને કંઈક ને કંઈક અર્થક્રિયાકારિત્વ બક્ષે છે, તે વાત વિસ્તારથી સ્પષ્ટ કરીને તૃતીયભંગની સુબોધ સિદ્ધિ કરી છે. ગાથાક્રમાંક ૭થી ૧૧ના વિવેચનમાં ઘણું “નનુન ૨' કર્યું છે. એ સંપૂર્ણ ચર્ચા ખૂબ રસપ્રદ બની છે. પ્રત્યેક શંકા જેટલી વેધક છે તેટલા જ તેના સમાધાન સચોટ છે. શંકા અને સમાધાન બન્નેમાં તીણ તાર્કિક પ્રજ્ઞાના ચમકારા ચમત્કૃત કર્યા વગર ન રહે. ચર્ચા ગહન હોવા છતાં જરાય બોજલ નથી બનતી. લાંબી ચાથી શ્રાન્ત થયેલી અધ્યેતાની મેધાનો કદાચ ધારાભંગ થયો હોય તો ધારા-સંધાન કરવા ઠેક-ઠેકાણે ચર્ચાનો ટૂંકો સાર મૂકીને પછી ગ્રન્થકાર આગળ વધ્યા છે. પૃષ્ઠ ૪૦ અને પૃષ્ઠ ૬૦ પર આવા સંક્ષિપ્ત ચર્ચાસાર તે તે સ્થાને કરાયેલી ચર્ચાનું સુંદર સંકલન કરી આપે છે.
૨. ઊંડાણ : પ્રસ્તુત ગ્રન્થમાં સપ્તભંગીનું માત્ર ઉપર છલ્લું પદાર્થ-નિરૂપણ નથી. પદાર્થના ગહન ઊંડાણ સુધી પહોંચવાનો તર્કસભર શાસ્ત્રસાપેક્ષ સફળ પ્રયાસ અહીં થયો છે. તત્ત્વાન્વેષી અને તાત્પર્યગ્રાહી પ્રજ્ઞાએ ખેડેલો આ પ્રયાસ છે. સપ્તભંગીના ત્રીજા ભંગના વિવેચનમાં આ પ્રયાસ પુરબહારમાં ખીલ્યો છે. ' ૩. ઊંચાઈ : મૌલિક, માર્મિક અને માર્ગસ્થ અનુપ્રેક્ષાથી આ ગ્રન્થને ઘણી ઊંચાઈ મળી છે. યોગશતકની ટીકામાં એક સુંદર શ્લોક મૂકેલો છે :
आग्रही बत ! निनीषति युक्तिं तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र, तत्र मतिरेति निवेशम् ॥ નિષ્પક્ષ અને તત્ત્વગવેષક પ્રાજ્ઞપુરુષ માર્ગસ્થ યુક્તિની ટોર્ચલાઈટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org