________________
પ્રકાશકીય... વિશ્વ શ્રેષ્ઠ શ્રી જૈન શાસનને અને ચતુર્વિધ શ્રીસંઘને વિવિધ વિષયક ગ્રન્થોનો ઉપહાર આપવામાં વર્તમાનમાં અગ્રણી એવા શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના વિદ્વર્ય પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્વિજય અભયશેખરસૂરીશ્વરજી મ.સા.ની તર્કપૂત માર્ગાનુસારી પ્રજ્ઞાના પ્રભાવે શ્રીસંઘને, સપ્તભંગી અંગેના અપૂર્વહસ્યોદ્દઘાટન સભર સપ્તભંગાવિશિકા ગ્રન્થનો ઉપહાર મળ્યા બાદ એવો જ એક નવો ઉપહાર આજે મળી રહ્યો છે... અને એ છે નિક્ષેપવિંશિકા ગ્રન્થ. દેવ-ગુરુની અનરાધારકૃપાના આધારે પૂજ્યશ્રીએ નિક્ષેપ અંગે પણ અપૂર્વ ઉન્મેષ વિસ્તાર્યો છે. અધ્યાપક અને અધ્યેતા.. બન્નેના અધ્યયનઅધ્યાપન દરમ્યાન વારંવાર “અપૂર્વ !” “અપૂર્વ !” એવા ઉદ્ગાર અવશ્ય નીકળશે અને ઢગલાબંધ પદાર્થો અંગે અપૂર્વ પ્રકાશ લાધશે.. એવી શ્રદ્ધા છે.
નાના ગામનો નાનો સંઘ હોવા છતાં સ્વજ્ઞાનનિધિમાંથી પ્રસ્તુત ગ્રન્થના પ્રકાશનમાં સંપૂર્ણ અર્થ સહકાર આપનાર શ્રી શાંતિનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, તાકારી (જિ.સાંગલી)ને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.
ગ્રન્થનું સુંદર મુદ્રણ કરનાર પાર્શ્વ કોમ્યુટર્સના વિમલભાઈ વગેરેને ધન્યવાદ.
આ ગ્રન્થના રચયિતા પૂજ્યશ્રીને કોટિશ વંદના સાથે આવા નવા નવા ગ્રન્થસર્જનદ્વારા શ્રી જૈન વાડ્મયને તેઓશ્રી સમૃદ્ધ કર્યા કરે એવી પ્રાર્થના..
જિજ્ઞાસુ ભાવકોને પણ આ ગ્રન્થના સહારે પોતાનો નિક્ષેપવિષયક બોધ સુસ્પષ્ટ કરવાની વિનંતી.
દિવ્ય દર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org