________________
श्रीनिक्षेपविंशिका - १९
विवक्षितक्षणाव्यवहितपूर्ववर्तिक्षणस्योपादानकारणत्वसम्भवात् । तत्र यस्य मते ऋजुसूत्रस्तं क्षणं द्रव्यरूपं गृह्णीयात्तस्य मते ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वं, यस्य च मते तं पर्यायरूपं गृह्णीयात् तस्य मते तस्य पर्यायार्थिकत्वम् । न च वर्तमानक्षणग्राहिणः ऋजुसूत्रस्य मतेऽतीतक्षणस्य खपुष्पवदसत्त्वात्कारणत्वस्य द्रव्यनिक्षेपत्वस्य चासम्भव इति वाच्यं, वर्तमाने तस्यासत्त्वेऽप्यव्यवहितपूर्वक्षणे तस्य सत्त्वात्खपुष्पतुल्यत्वाभावात् । यदा च सत्त्वं तदा कारणत्वस्य द्रव्यनिक्षेपत्वस्य च सम्भवे दोषाभावात् । अन्यथा व्यवहारनयमतेऽपि साधोर्द्रव्यदेवत्वाभावप्रसङ्गात्, देवावस्थायां साधोरभावात् । न च व्यवहारनये देवावस्थायां साधोः साधुत्वेनैवाभावः, न तु जीवत्वेनापि । ऋजुसूत्रम વિવક્ષિતક્ષણને અવ્યવહિત એવી પૂર્વવર્તી ક્ષણ ઉપાદાનકારણ બનવી સંભવિત છે. એમાં જેના મતે ઋજુસૂત્ર તે ક્ષણને દ્રવ્યરૂપે જુએ છે તેના મતે ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક છે ને જેના મતે તેને પર્યાયરૂપે જુએ છે તેના મતે એ પર્યાયાર્થિક છે.
२६२
શંકા : વર્તમાનક્ષણગ્રાહી એવા ઋજુસૂત્રના મતે અતીતક્ષણ તો ખપુષ્પની જેમ અસત્ હોવાથી એમાં કારણતા કે દ્રવ્યનિક્ષેપતા પણ અસંભવિત છે.
સમાધાન : આ વાત બરાબર નથી, કારણ કે વર્તમાનક્ષણે તે અસત્ હોવા છતાં અવ્યવહિતપૂર્વક્ષણે તો એ સત્ હતી જ, ને તેથી એ ખપુષ્પતુલ્ય નથી. જ્યારે એ સત્ હોય ત્યારે એમાં કારણત્વ ને દ્રવ્ય
નિક્ષેપત્વ હોવામાં કોઈ દોષ નથી. નહીંતર વ્યવહારનયમતે પણ સાધુને દ્રવ્યદેવ નહીં માની શકાય, કારણ કે દેવાવસ્થામાં સાધુનો અભાવ હોય છે.
શંકા : વ્યવહારનયે દેવાવસ્થામાં સાધુનો સાધુ તરીકે જ અભાવ હોય છે, નહીં કે જીવ તરીકે પણ. પણ ઋજુસૂત્રમતે એવું નથી. એને દ્રવ્યાર્થિક માનનારના મતે પણ ગુણ-પર્યાયના આધારભૂત ક્ષણિક દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org