________________
પ્રકાશકીય યાકિની મહત્તાસૂનુ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજના ઉત્તરોત્તર વિશાળ કદ ધરાવતાં ચાર ગ્રન્થો એટલે યોગવિંશિકા, યોગશતક, યોગદષ્ટિ-સમુચ્ચય અને યોગબિન્દુ. આમાંના પ્રથમ ગ્રન્થ યોગવિંશિકામાં માત્ર ૨૦ ગાથામાં તેઓશ્રીએ યોગના રહસ્યો ભંડારી દીધા છે જેના પર પ્રકાશ ફેંક્યો છે મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે.
સટીક યોગવિંશિકા ગ્રન્થનું આ વિવેચન પ્રકાશિત કરતાં અમો અત્યન્ત હર્ષ અનુભવી રહ્યા છીએ. ગ્રન્થના એક એક શબ્દના શબ્દાર્થ (યથાશ્રુતઅર્થ) સાથે આ ગ્રન્થની પૂર્વાપર પંક્તિઓ, અન્ય ગ્રન્થોના અધિકારો... એ બધાનો વિરોધ ન થાય એ રીતે અનુસંધાન કરી યથાશ્રુતાર્થને સંસ્કારિત કરીને રહસ્યાર્થોનું આ વિવેચનમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. યોગના ગ્રન્થોનું અનેકશ અધ્યયનને અધ્યાપન કરી ચૂકેલા વિદ્વાનોને પણ પ્રાયઃ ક્યાંય પણ ક્યારેય પણ સાંભળવા કે જાણવા ન મળી હોય કે સ્વયં પણ વિચારી ન હોય એવી સાવ નવી જ લાગતી રહસ્યભૂત વાતોનો પ્રકાશ ડગલે ને પગલે આ વિવેચનમાં લાધશે. અને છતાં એની ઉપાદેયતા પ્રત્યે કોઈને શંકાની સોય તાણવાનું મન નહીં થાય એવી પૂર્ણ શ્રદ્ધા છે, કારણકે વિવેચનકાર મહાત્માએ ખૂબ જ સર્જાતા રાખીને તથા અનેક ગ્રન્થોમાં કહેલી વાતો દ્વારા તેમજ અવિરુદ્ધ પ્રબળ યુક્તિઓ-તર્કો દ્વારા સ્વકથિત વાતોનો તાળો મેળવી આપવાની કાળજી રાખીને પ્રસ્તુત વિવેચન ક્યું છે. સોનામાં સુગંધ ભળે એમ, સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય જયઘોષ સૂરીશ્વરજી મ. સાહેબે આ વિવેચનનું સાદ્યન્ત અત્યન્ત સૂક્ષ્મદષ્ટિથી સંશોધન કર્યું છે. એટલે આ વિવેચનની નિઃશંક ઉપાદેયતામાં જબરજસ્ત વધારો થયો છે.
શ્રી સંઘના ચરણે આવું અદ્ભુત વિવેચન ભેટ ધરવા બદલ વિવેચનકાર મહાત્મા પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી અભયશેખર વિજય ગણિવર (હાલ પૂ. આચાર્ય શ્રી વિજય અભયશેખર સૂરિ મ.) ના ચરણોમાં વંદન આ ગ્રન્થ પ્રકાશનનો સંપૂર્ણ આર્થિક લાભ પોતાના જ્ઞાનખાતામાંથી મલાડ (ઇસ્ટ) ના શ્રી હીરસૂરીશ્વરજી જગદગુરુ શ્વે.મૂર્તિ. તપા. જૈન સંઘ દ્રસ્ટે લીધો છે, એ બદલ તેઓને ધન્યવાદ. આ પુસ્તકનું સુંદર મુદ્રણ કાર્ય ચીવટ પૂર્વક કરી આપવા બદલ હીંકાર પ્રીન્ટર્સવાળા શ્રી હેમલ શાહને પણ ધન્યવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org