________________
ધરવાનો પ્રારંભ કરે છે ત્યારે પ્રારંભિકકાળમાં તો સિદ્ધગુણોનું વર્ણન કરનારા શાસ્ત્રવચનોની આસપાસ તેઓનું ચિંતન ચાલે છે. પછી ધીમે ધીમે વાચક શબ્દો છૂટી જાય... અને વાચ્યાર્થભૂત રૂપાતીત અવસ્થા-કેવલજ્ઞાનાદિ ગુણોનું જ જે ધ્યાન ચાલે છે તે શુક્લધ્યાનના અંશભૂત હોય છે અને એ જ નિરાલંબનયોગ છે. શુક્લધ્યાનના ચાર પાયા છે. એમાંના પ્રથમ એક્ષપકશ્રેણિમાં તથા છેલ્લા બે કેવલી અવસ્થામાં હોય છે. એટલે અપ્રમત્તગુણસ્થાને તો ચારમાંથી એક પણ પાયો હોતો નથી. માટે આ ધ્યાનને શુકલધ્યાનરૂપે કહ્યું નથી. તેમ છતાં, એ શુકલધ્યાનની પરિણતિને અનુરૂપ પરિણતિ ધરાવે છે તેમજ શુક્લધ્યાનમાં પરિણમવાની યોગ્યતા ધરાવે છે માટે એને શુક્લધ્યાનના અંશ રૂપે કહ્યું છે.*
संसार्यात्मनोऽपि च व्यवहारनयसिद्धमौपाधिकं रूपमाच्छाद्य शुद्धनिश्चयनयपरिकल्पितसहजात्मगुणविभावने निरालम्बनध्यानं दुरपह्नवमेव, परमात्मतुल्यतयाऽऽत्मज्ञानस्यैव निरालम्बनध्यानांशत्वात्, तस्यैव च मोहनाशकत्वात्, आह च
जो जाणइ अरिहते दव्वत्तगुणत्तपज्जयत्तेहिं।। सो जाणइ अप्पाणं मोहो खलु जाइ तस्स लयं ।। प्रवचनसार-१-८०।।
"तस्मादूपिद्रव्यविषयं ध्यानं सालम्बनं, अरूपिविषयं च निरालम्बनमिति स्थितम् | .
વૃત્તિઅર્થ 'સંસારી જીવનું પણ વ્યવહારનયથી સિદ્ધ જે ઔપાયિક સ્વરૂપ છે તેને ઢાંકીને (=કલ્પનાથી દૂર કરીને) શુદ્ધનિશ્ચયનય પરિકલ્પિત સહજ આત્મગુણોનું વિભાવન કરવામાં આવે ત્યારે નિરાલંબનધ્યાનનો નિષેધ કરી શકાતો નથી, કારણકે પરમાત્માને તુલ્યરૂપે આત્માને જાણવો એ જ (પણ) નિરાલંબનધ્યાનનો અંશ છે, અને એ જ મોહનો નાશક છે. કહ્યું છે કે – જે દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અરિહંતને જાણે છે તે આત્માને જાણે છે. અને તેનો મોહ ખરેખર વિલય પામે છે. તેથી રૂપિદ્રવ્યવિષયક ધ્યાન એ સાલંબન ધ્યાન છે અને અરૂપિદ્રવ્યવિષયક ધ્યાન એ *અહીં પિંડસ્થ અને પદસ્થ અવસ્થાઓના ચિંતનવેળા શુક્લધ્યાનનો અંશ પણ ન કહ્યો, એટલે જણાય છે કે એ ધર્મધ્યાનરૂપ જ છે. એટલે એવી તારવણી કરી શકાય કે સ્કૂલરૂપી વિષયક ધ્યાન કે જે વિકલ્પવાળું અને સંગવાળું = પ્રશસ્તરાગવાળું) છે તે ધર્મધ્યાન છે અને અરૂપીવિષયકધ્યાન કે જે નિર્વિકલ્પ અને અસંગ બન્યું છે તે શુક્લધ્યાન છે. તેનો પ્રારંભ અપ્રમત્તદશાથી થાય છે. (પરમાણુ વગેરે સૂક્ષ્મવિષયક નિર્વિકલ્પ અને અસંગ બનેલું ધ્યાન પણ શુક્લધ્યાન છે એ જાણવું.) (અરૂપીવિષયક ધ્યાન અનાલંબન છે)
2િ61)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org