________________
મહદ અંશે મૂળ ગ્રંથના આધારે વિવેચન કર્યું છે. આવશ્યકતા પડી ત્યારે આદર્શ, દીપિકા, શાસ્ત્રાર્થકતા અને ગૂઢાર્થતત્ત્વાલીક ટીકાઓનો સહારો લીધો છે.
આ ગ્રંથ અન્યદર્શનનો હોવાથી, તેમાં આવતી વાતો સંપૂર્ણપણે જિનશાસનને માન્ય છે, એવું માની લેવાની ભૂલ ન કરવા વિનંતી... અભ્યાસના સાધન ગ્રંથરૂપે જ આ ગ્રંથ ઉપયોગી છે.
આ વિવેચનમાં મારા ક્ષયોપશમની મંદતા વિ. કારણે ક્યાંય ક્ષતિ રહી હોય તો તેની ક્ષમાયાચના કરવા સાથે તે ક્ષતિઓનું સંમાર્જન કરવા બહુશ્રુત પૂજ્યોને પ્રાર્થના કરું છું.
જિનાજ્ઞાવિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
ભવ્યસુંદરવિ. જેઠ સુ. ૨, વિ.સં. ૨૦૬૭ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલય
મલાડ (વેસ્ટ), મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org