SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એવા નિશ્ચય સમયે, યેટ: ન પશ્યતિ એવા વાક્યથી શાબ્દબોધની અનુપપત્તિ થશે. વિવેચનઃ નસ્ થી ઉભયાભાવનો બોધ કરવાના કેટલાકના મતનો જવાબ આપે છે. (૧) વયે પાં પતિ સ્થળે ઉક્ત મતે, ઘટવૃત્તિત્વ-ઘટવિષયકત્વ, ઉભયાભાવનો ચાક્ષુષમાં બોધ થવો જોઈએ. પણ કાલિક સંબંધથી ચૈત્રીય ઘટવિષયક ચાક્ષુષ ઘટમાં રહ્યું હોવાથી, કાલિકેન ઘટવૃત્તિત્વ તો ચાક્ષુષમાં મળશે જ, અને એ ચાક્ષુષમાં ઘટવિષયકત્વ તો છે જ. એટલે ઉભયાભાવ ન મળવાથી શાબ્દબોધ નહીં થાય અને તાદશ પ્રયોગ અનુપપન્ન થશે. આકાશવિષયક (લૌકિક) ચાક્ષુષ જો કે અપ્રસિદ્ધ છે. છતાં ચૈત્રાદિને તેવું ચાક્ષુષ થયાનો ભ્રમ થાય તો ચૈત્રીયચાક્ષુષમાં આકાશવિષયકત્વ આવે અને, ત્યારે તાદશચાક્ષુષ, કાલિક સંબંધથી ઘટવૃત્તિ જ હોવાથી ઉભયાભાવ નહીં મળે અને પટ માં ન પશ્યતિ વાકયથી શાબ્દબોધ નહીં થઈ શકે. ૨૧૨. समवायेन घटादिवृत्तित्वाकाशादिविषयकत्वोभयाभावभानस्यैव स्वीकरणीयता 'अभाव आकाशं न पश्यति' इत्यादावभा वसमवेतत्वाप्रसिद्धया वाक्यार्थाप्रसिद्धेर्दुर्वारत्वात् । એટલે, સમવાયેન ઘટવૃત્તિત્વ અને આકાશવિષયકત્વ ઉભયાભાવ જ માનવો પડે, અને તો માત્ર મજાશે ને પશ્યતિ સ્થળે, અભાવમાં સમવાયથી વૃત્તિતા જ અપ્રસિદ્ધ હોવાથી વાક્યર્થની અપ્રસિદ્ધિ થશે. વિવેચનઃ ઉપરોકત આપત્તિઓ, (નં. ૨૧૧) કાલિક સંબંધથી ચૈત્રીયચાક્ષુષમાં ઘટવૃત્તિતા લઈને આપી. વૃત્તિતા, સમવાય સંબંધથી લે, તો તેનું વારણ થઈ જશે, કારણ કે કોઈ પણ ચાક્ષુષ, સમવાય સંબંધથી ઘટમાં ન જ રહે. (સમવાય સંબંધથી ચૈત્રીય ચાક્ષુષ, ચૈત્રમાં જ રહે.) અને તેથી ઉભયાભાવ મળી જવાથી પર: ૮ / સમાવેશ પતિ વાક્યોથી શાબ્દબોધ થઈ જશે. પણ તેમ કરવા જતાં, ભાવ ના ન પતિ સ્થળે, વાક્યર્થ ઘટક અભાવવૃત્તિત્વ - આકાશવિષયકત્વ ઉભયાભાવનો પ્રતિયોગી સમવાય વ્યુત્પત્તિવાદ * ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy