________________
પહેલાં પુસ્તકો (લિપિમયી ષ્ટિ)ની ના પાડી. હવે કહે છે કે શબ્દ બ્રહ્મને શાસ્રદૃષ્ટિ વડે પામવું જરૂરી છે.
શબ્દ તમારો ઃ શબ્દ ગુરુનો
અહીં મઝાનું ઊંડાણ રહેલું છે. લિપિમયી દૃષ્ટિ દ્વારા સાધકના શબ્દની વાત કરાઈ છે. શબ્દબ્રહ્મ ગુરુદેવનો શબ્દ છે. શાસ્રષ્ટિ વડે શબ્દને પામવાની વાત વડે ગુરુ દ્વારા મળતા શબ્દની વાત સૂચવાઈ છે. (નુર્વાયત્તા यस्मात् शास्त्रारम्भा भवन्ति सर्वेऽपि ॥ - प्रशमरति )
શબ્દ તમારો-શબ્દ ગુરુદેવનો તમારો શબ્દ ઈંટ જેવો છે, જે વિકલ્પોના મહેલને ખડો ક૨શે. ગુરુનો શબ્દ હથોડા જેવો છે, જે વિકલ્પોના મહેલને ધરાશાયી કરશે.
• ગુરુનો એક શબ્દ
ગુરુ કેવી કુશળતાથી હથોડો ફેરવી સાધકના વિકલ્પોની ભીંતને જમીનદોસ્ત કરે છે તેની મઝાની વાત "Zen Koans" માં છે :
ગૂઈ ગુરુ સેકિતો પાસે ગયો અને તેણે કહ્યું : “કૃપા કરીને એકાદ શબ્દ પણ મને આપો !'' ખ્યાલ છે કે ગુરુ મૌનમાં જ રહે છે. ક્યારેક જ બોલે છે.... ને માટે એણે કહ્યું : “વધુ નહિ તો એકાદ શબ્દ તો મને આપો !’’
ગુરુને શબ્દ આપવામાં ક્યાં વાંધો છે ? ગુરુ તો કરુણામય છે જ. પણ એ રીતે શબ્દ આપવો છે કે............ કામ થઇ જાય. શબ્દ પણ આપવો છે અને શબ્દને સાધક ઝીલી શકે તેવું વાતાવરણ પણ આપવું છે. ગુરુ મૌન રહે છે.
ગૂઈ નિરાશ થઇને ચાલ્યો. દશ-બાર ડગલાં એ ચાલ્યો હશે અને ગુરુએ કહ્યું : “થોભ !” ગૂઇએ મોઢું ફેરવ્યું. ગુરુ બોલ્યા : “બસ, આટલું તો કરવાનું છે... થોભી જા... વિભાવો તરફ જતી તારી જાતને રોક... અને મોઢું ફેરવી દે પરમાત્મા પ્રતિ...” શૂઈ પામી ગયો.
ગુરુ દ્વારા અનુભૂતિની ચાસણી
ગુરુનો શબ્દ.... શબ્દ બ્રહ્મ... જે તમને અશબ્દની, અવિકલ્પની દુનિયા ભણી લઇ જાય... અનુભૂતિથી ભર્યો ભર્યો શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
7
www.jainelibrary.org