________________
૦િ વરૂપગુંજન છે
સહજાનંદી સહજ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. પૂર્ણાનંદી પૂર્ણ સ્વરૂપી અવિલાસી હું આત્મા છું. ચિદાનંદી ચિત્ સ્વરૂપી અવિકારી હું આત્મા છું. નિજાનંદી નિજ સ્વરૂપી અશરીરી હું આત્મા છું. બ્રહ્માનંદી બ્રહ્મ સ્વરૂપી નિરંજન હું આત્મા છું. પરમાનંદી પરમ સ્વરૂપી નિરાકાર હું આત્મા છું. જ્ઞાનાનંદી જ્ઞાન સ્વરૂપી નિર્બન્ધી હું આત્મા છું. જ્યોતાનંદી જ્યોત સ્વરૂપી નિરાકુલ હું આત્મા છું. સદાનંદી સત્ સ્વરૂપી વીતરાગી હું આત્મા છું. આત્માનંદી આત્મ સ્વરૂપી વીતમોહી હું આત્મા છું. ચરમાનંદી ચરમ સ્વરૂપી શબ્દાતીત હું આત્મા છું. શુદ્ધાનંદી શુદ્ધ સ્વરૂપી કમંતીત હું આત્મા છું. કેવલાનંદી કેવલ સ્વરૂપી સંગાતીત હું આત્મા છું. સિદ્ધાનંદી સિદ્ધ સ્વરૂપી યોગાતીત હું આત્મા છું. અમરાનંદી અમર સ્વરૂપી ભવાતીત હું આત્મા છું. શિવાનંદી શિવ સ્વરૂપી સાક્ષીરૂપ હું આત્મા છું. શુકલાનંદી શુકલ સ્વરૂપી આનંદઘન હું આત્મા છું. જિનાનંદી જિન સ્વરૂપી વિજ્ઞાનઘન હું આત્મા છું. પાવનાનંદી પાવન સ્વરૂપી ચિદાનંદ હું આત્મા છું. મુક્તાનંદી મુકત સ્વરૂપી સચ્ચિદાનંદ આત્મા છું. સ્થિરાનંદી સ્થિર સ્વરૂપી અનામી એવો આત્મા છું. ધ્રુવાનંદી ધ્રુવ સ્વરૂપી અલખ નિરંજન આત્મા છું. વિમલાનંદી વિમલ સ્વરૂપી એકમેવ હું આત્મા છું.
૨૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org