________________
આત્માસ્વરૂપના અનુસંધાનપૂર્વક જિનોક્ત સ્વાધ્યાય-તપ-ત્યાગ આદિમાં પ્રવૃત્તિ ક૨શે તો તારી પ્રત્યેક ક્રિયા ચૈતન્યમય^ બનશે, શુદ્ધ બનશે અને મોડાવહેલા શુદ્ધ ભાવની પ્રવૃત્તિ થશે, પૂર્ણ ભાવની પ્રાપ્તિ થશે.
શુદ્ધ ભાવનું આંતરિક લક્ષ રાખ્યા વગર તો તેવા રટણાત્મક સ્થૂલસૂક્ષ્મ શુભ ભાવો પણ હકીકતમાં માનસિક શુભ ક્રિયારૂપ જ બની જશે, પારમાર્થિક શુભ ભાવરૂપ નહિ. માટે બીજી કોઈ ચર્ચામાં અટવાયા વિના આ નૈશ્ચયિક આભિપ્રાયિક સૂક્ષ્મ કથનનો મર્મ હૃદયગત કરીને, કદાગ્રહરહિતપણે, પોતાની ભૂમિકા મુજબના વચલા ઉપાયને શક્તિ છૂપાવ્યા વિના આશયશુદ્ધિથી અપનાવીને મોક્ષમાર્ગે આગળ વધી, અહીં જણાવેલા ૨૧ પ્રયોજનને લક્ષગત કરી, સારું પરિણામ આવે તે રીતે, ભૂમિકા અનુસાર, ક્રમિક રીતે જ્ઞાતા-દૃષ્ટાભાવની સાધનામાં દૃઢતાથી આગળ વધજે. તો જ ખરું નિગ્રન્થપણું ચેતનાના સ્તરે સાધી શકાશે, સુશ્રમણદશા સુસાધ્ય બની જશે.
આ જ મેળવવા જેવું છે. આમાં જ સ્થિરતા કરવા જેવી છે. તેમાં નિમજ્જન થયે તું ધન્ય બની જઈશ. પછી કશું વળગણ નહિ રહે. બહારમાં Non-attatchment અનુભવાશે. બહારનું બધું જ આપમેળે ખરી પડશે. તેનું કશું જ મૂલ્ય પછી રહેતું નથી. દેહ-ઈન્દ્રિય-મનોજગત નિર્મૂલ્ય ભાસે છે. મનોજન્ય આરોપિતતા અને તેના નિમિત્તે સર્વત્ર ભાસમાન પ્રાતિભાસિકપણું મિથ્યારૂપે-માયાસ્વરૂપે અંતરથી પ્રતીત થતાં જ તેનાથી છૂટી સ્વમાં ખરા અર્થમાં સ્થિર થવાશે, ઈન્દ્રિયાતીતપણે પરિણમી જવાશે. અંધકાર જેમ પ્રકાશમાં વિલય પામે છે તેમ તારામાં જગત વિલય પામતું અનુભવાશે. શુદ્ધ સંગ્રહનયના સીમાડામાં તારો તાત્ત્વિક-આધ્યાત્મિક પ્રવેશ થશે. પછી જોવાપણું નહિ પણ જાણપણું પ્રગટશે. તે દશા વાસ્તવિક રીતે પૂર્ણ સત્ય તરફની યાત્રા બની રહેશે. આ રીતે ચેતનાના સ્તરે, અનુભવના સ્તરે ચૈતન્યમય શુદ્ધભાવની ધારા પ્રગટશે. જ્ઞાતા-દષ્ટાભાવના ઊંડા અભ્યાસ દ્વારા આત્મદશા વર્ધમાન થતાં, અપ્રમત્તદશા ઉન્નત થતાં, શુદ્ધસ્વરૂપમાં સ્થિરતા થતાં, પ૨પરિણતિ સ્વતઃ છૂટતાં ક્ષપકશ્રેણીના દરવાજે ટકોરા પડશે, શુદ્ધ . જ્યોતિર્મયીવ ટીસ્ય, યિા સર્વપિ ચિન્મયી । (જ્ઞાનસાર ?રૂ।૮) >. મિદ શુમાનુવધા, શયારા૪ શુદ્ધપક્ષ૪ |
अहितो विपर्ययः पुनरित्यनुभवसङ्गतः पन्थाः || ( अध्यात्मसार २०/३४)
Jain Education International
For Private & Personal Use Only
૨૭૧
www.jainelibrary.org