________________
- ઘડા વિશે જ્ઞાન કે ઇચ્છા કે પ્રયત્ન કે દ્વેષ કે સંસ્કાર એમ કહી શકાય માટે જ્ઞાનાદિ પાંચના સમ્બન્ધીને વિષય કહેવાય. એ વિષયવાળા જ્ઞાનાદિ હોવાથી પાંચ જ્ઞાનાદિ સવિષયક કહેવાય. પણ, ઘડા વિશે સંયોગ કે સમવાય કે અભાવ કે કર્તા વગેરે ન બોલી શકાય, માટે સંયોગાદિના સમ્બન્ધીને વિષય ન કહેવાય, પણ પ્રતિયોગી કહેવાય. એટલે સંયોગાદિ પદાર્થો વિષયવાળા ન હોવાથી સવિષયક ન કહેવાય પણ પ્રતિયોગીવાળા હોવાથી સપ્રતિયોગિક કહેવાય. .
કોઈ પણ નામને – કે તા પ્રત્યય ભાવ અર્થમાં લાગે ત્યારે ત્વપ્રયાન્ત નામ ધર્મવાચક બને. દા. ત. વિષય - વિષયતા / વિષયત્વ
આધાર - આધારતા | આધારત્વ પ્રતિયોગી - પ્રતિયોગિતા | પ્રતિયોગિત્વ આધેય - આધેયતા | આધેયત્વ
સંસર્ગ - સંસર્ગતા / સંસર્ગવ વગેરે દરેક ધર્મિવાચક નામને “તા’ કે ‘વ’ પ્રત્યય લગાડવાથી ધર્મવાચક નામ બને. એ ધર્મ ક્યાં રહે તો કે એના ધર્મી પદાર્થમાં, દા.ત. વિષયતા ક્યાં રહે ? વિષયમાં
યો ય ઃ તસ્મિન તત્ત્વમ્ આધારતા ક્યાં રહે? આધારમાં ૧ યદ્યવસ્તુ તસ્મિન વસ્તુનિ તત્ત્વમ્ પ્રતિયોગિતા ક્યાં રહે?પ્રતિયોગીમાં
દરેક ‘તે તે વસ્તુમાં તે તે પણું રહે છે. જ્ઞાનનો વિષય ઘટ છે – વિષયતા ઘટમાં રહી. અર્થાત્ વિષયતા માત્ર વિષયમાં જ રહે એટલું જ ન કહેવાય પણ વિષય જે હોય દા.ત. ઘટ, તો વિષયતા ઘટમાં પણ રહી એમ કહેવાય.
૧) જો જ્ઞાનનો વિષય આધાર હોય તો - વિષયતા આધારમાં રહેશે. ૨) જો જ્ઞાનનો વિષય પ્રતિયોગી હોય તો - વિષયતા પ્રતિયોગીમાં રહેશે. અર્થાત્ પ્રતિયોગીમાં ફક્ત પ્રતિયોગિતા 1.
અને વિષયમાં ફક્ત વિષયતા છે જ રહે તેવું નથી. પણ જ્યારે જે કોઈ પદાર્થ (ચાહે આધાર કે પ્રતિયોગી કે સંસર્ગ કે આધેય કે પ્રકાર કે વિશેષણ) જ્ઞાનનો વિષય બને ત્યારે જ્ઞાનની વિષયતા તે વિષયભૂત પદાર્થ (આધાર વગેરે)માં રહી શકે.
એ જ રીતે અભાવના પ્રતિયોગીમાં પ્રતિયોગિતા રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org