SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસારણ, આત્માના ગુણોમાં અને મૂર્તિના ગુણોમાં, એટલે ૨૫ થાય, પણ સંસ્કાર એક જ ગણવાથી ૨૪ થાય.) ત્રીજો પદાર્થ ક્રિયા (કર્મ) | વૈયાકરણોના મતે હજારો ક્રિયાઓ છે. રોવું - હસવું - બરાડવું - બગાસુ ખાવું વગેરે વગેરે. ન્યાયમને જેમાં ગતિ જેવું દેખાય તે જ ક્રિયા. તેના ફક્ત પાંચ ભેદ - ગમન - કોઈપણ દિશામાં સ્થાન બદલવું. (ભ્રમણ - ચક્ર વગેરેનું ગોળ ગોળ ફરવું. રેચન - સ્પન્દન વગેરે ગમનના પેટા ભેદ). ઉલ્લેપણ ઊર્ધ્વગમન અવક્ષેપણ - અધોગમન - પતન આકુંચન સ્પ્રીંગ દબાવે ત્યારે સંકોચ થાય. છોડી દે એટલે પહોળી થઈ જાય. ગમન તિરછી દિશામાં ગતિ - શારીરિક ક્રિયા (ગમનાદિ) ચેષ્ટા કહેવાય. - જે કર્મ' શબ્દ, દૈવ, અદેખ, પુણ્ય - પાપ કે ભાગ્ય માટે વપરાય છે તે આ ક્રિયાત્મક કર્મથી જુદી વસ્તુ છે. - તથા કામ (કાર્ય) માટે જે કર્મશબ્દ વપરાય છે. એનાથી પણ આ ક્રિયાત્મક કર્મ જુદું છે. કર્મયોગ (ગીતામાં) કર્મ = ફરજ ચોથો પદાર્થ –સામાન્ય = જાતિ समानस्य भावः = सामान्यम् ઘોડો ગધેડો ગાય બળદ હાથી ઊંટ – પશુત્વ (સામાન્ય) સ્ત્રી અને પુરુષ -> મનુષ્યત્વ (સામાન્ય) કોયલ કાગડો કબૂતર ચકલી - પક્ષિત્ (સામાન્ય) ઘોડો વાનર પોપટ દેડકો સાપ – તિર્યંચત્વ (સામાન્ય) - અનેકમાં રહેલો જે એક કોમન = સામાન્ય ધર્મ હોય તે જાતિ કહેવાય. – ટૂંકમાં, કોઈપણ નામને ત્વ પ્રત્યય લગાડો તો લગભગ એ જાતિ વાચક બને. (સ્થૂલ વ્યાખ્યા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy