________________
ઉપપત્તિ = સંગતિ = ઘટી શકવું = હોઈ શકવું.
પશ્ચિમદિશાની ભીંત ઉપર તડકો તો જ ઘટી શકે જો પૂર્વદિશામાં સૂર્ય હોય.
પૂર્વદિશાની ભીંત ઉપર તડકો તો જ ઘટી શકે જો પશ્ચિમદિશામાં સૂર્ય
હોય
- રાત્રે બહાર ચાંદની દેખાય છે ત્યારે જ ઘટી શકે કે આકાશમાં ચંદ્ર ખીલ્યો
હોય.
નાસ્તિક જેવા દેખાતા પુરુષમાં વ્રત - નિયમ પાલન તો જ ઘટી શકે જો એને કાંઈ શ્રદ્ધા હોય.
ઘટી શકવું = ઉપપત્તિ, ન ઘટી શકવું = અનુપપત્તિ. અન્યથા = ના વિના = એના વગર
અન્યથા અનુપપત્તિ = ના વિના ન ઘટી શકવું. (વ્યાપ્તિ) અન્યથા અનુપપન = ના વિના ન ઘટે એવી ચીજ. ઉપપઘતે = ઘટે છે = ઘટી શકે છે = યુક્ત
નક્ષT = આસાધારણધર્મ, સાચી રીતે ઓળખાવનાર ચિહ્ન. હેતુમાં અન્યથાનુપપત્તિરૂપ અસાધારણધર્મ રહે છે.
અન્યથાનુપપત્તિમાન = હેતુ (“લક્ષણ'ની વિશેષ સમજૂતિ આગળ આવશે.)
અન્યથા અનુપપન્ન = હેતુ
અગ્નિના વિના (અગ્નિ વગર) ધૂમની સત્તા ન ઘટી શકે માટે ધૂમ એ અગ્નિઅન્યથાનુપપન કહેવાય.
(ધૂમમાં અગ્નિઅન્યથાનુપપત્તિ ધર્મ) આ લક્ષણ બનાવવાથી હેતુમાં પક્ષસત્ત્વની જરૂર રહેતી નથી. કેમ? ૧. તડકો – હેતુ સાધ્ય + સૂર્યોદય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org