________________
પ્રકાશકીય ચિરકાલપૂર્વે અમદાવાદ મુકામે સ્વર્ગસ્થ થયેલા પપૂ. ન્યાયવિશારદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ની પવિત્ર
સ્મૃતિને ચિરંજીવ બનાવવા માટે ન્યાયભુવનભાનુ' નામના પ્રારંભિક ન્યાયના તત્ત્વોને સમજાવતાં ગ્રન્થની પહેલી આવૃત્તિનું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. પ.પૂ.પં.શ્રી જયસુંદરવિજય ગણિવરે ન્યાયશાસ્ત્રના નૂતન અભ્યાસીઓ માટે, સ્વ. પૂજ્યપાદ આચાર્યભગવંત ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબે રચેલા “ન્યાયભૂમિકા' વિશાલકાય ગ્રન્થના આધારે આ નાનકડા ગ્રન્થનું સંકલન કર્યું છે. જેનાથી નૂતન અભ્યાસીઓને અભ્યાસમાં ઘણી સરળતા રહેશે. કેટલીક એવી પરિભાષાઓ કે જે શાસ્ત્રગ્રન્થોમાં વારંવાર આવતી હોય પરંતુ તેનું સ્વરૂપ જ જાણવામાં ન હોય જેથી મુંઝવણ થાય - તેનું નિવારણ કરવામાં આ લઘુકાય ગ્રન્થ ઘણો ઉપયોગી બનશે.
(દ્વિતીય આવૃત્તિ પ્રસંગે...) મહેસાણાની શ્રી યશોવિજય જૈન પાઠશાળામાં પણ હવે આ પુસ્તકનો અભ્યાસ ચાલુ થયો હોઈ નવી આવૃત્તિ સુધારા-વધારા સાથે પ્રકાશિત કરવાની જરૂર ઊભી થઈ. તેમજ અનેક અભ્યાસુઓની માગણીને માન આપી, પૂજ્ય આચાર્યશ્રીએ આ ગ્રન્થનું સાદ્યના અનેક સંઘ સમુદાયની જવાબદારીઓ સાથે પૂફ રીડીંગ કરી આપ્યું. પૂ. મુનિશ્રી કૃપાબિંદુ વિ.જી.મ.ની સહાયથી બીજી આવૃત્તિ જિજ્ઞાસુઓ સમક્ષ મૂકતા અને આનંદ અનુભવીએ છીએ.
– કુમારપાળ વિ. શાહ આર્થિક લાભાર્થી વિ. સં. ૨૦૬૧માં શ્રી અરિહંત-પાર્શ્વશાન્તિ થે.મૂ.જૈન સંઘ (રેવા જૈન સંઘ, શ્રી ભુવનભાનુસૂરિ જૈન આરાધના ભવન, શાન્તા એપાર્ટમેન્ટ, વાસણા)માં પર્યુષણારાધના કરાવવા માટે પધારેલા પૂ. મુનિરાજ શ્રી કારયશ વિજય મ. તથા પૂ. મુનિરાજ શ્રી સુભાષિત વિજય મ.સા.ની પ્રેરણાથી ઉપરોક્ત શ્રી સંઘ તરફથી તેમના જ્ઞાનનિધિમાંથી આ ગ્રન્થના મુદ્રણ માટે સંપૂર્ણ રીતે આર્થિક લાભ લેવામાં આવેલ છે. તેની અમો ધન્યવાદ સહ અનુમોદના કરીએ છીએ.
– લિ. પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org