________________
અને ઉપલક્ષણમાં બીજો પણ તફાવત છે. પાણીવાળો ઘડો લાવવાનું કહ્યું હોય તો ત્યારે ભીનો ઘડો ઊંધો પડ્યો હોય ત્યારે લાવનાર એક વ્યક્તિ પાણી વગરનો ભીનો ઘડો લાવે છે. તો અહીં ભીનો ખાલી ઘડો લાવનાર પાણીને ઉપલક્ષણ સમજતો હતો. તેથી એમ માને છે કે મારે ખાલી ભીનો ઘડો જ લઈ જવાનો છે, પણ પાણી લઈ જવાનું નથી. જ્યારે બીજી વ્યક્તિ પાણીને વિશેષણ સમજતો હોવાથી તે એમ માને છે કે મારે એકલો ઘડો નહિ પણ સાથે પાણી પણ લઈ જવાનું છે. તો અહીં સ્પષ્ટ દેખાય છે કે જે ધર્મ વિશેષણતરીકે વિવક્ષિત હોય તે ધર્મભૂત વિશેષણમાં આનયન વિ. સૂચિત ક્રિયાનો પણ અન્વય થાય છે. પણ જે ધર્મ ઉપલક્ષણતરીકે વિવક્ષિત હોય તે ધર્મરૂપી ઉપલક્ષણમાં વક્તાએ દર્શાવેલ આનયન (લાવવું) વગેરે ક્રિયાનો અન્વય થતો નથી. વક્તાને ક્યો ધર્મ ક્યારે વિશેષણતરીકે અથવા ક્યારે ક્યાં ઉપલક્ષણ તરીકે અભિપ્રેત છે તે બધુ ચાલુ પ્રકરણ (પ્રસંગ) વગેરે દ્વારા સ્વયં સમજી લેવાનું હોય. સંસ્કૃત ભાષામાં આમ કહી શકાય કે –
१ विद्यमानत्वे सति व्यावर्तकत्वम् विशेषणत्वम् २ विद्यमानाविद्यमानत्वे सति व्यावर्तकत्वम् उपलक्षणत्वम् અથવા વિનત્વે સત્યપિ વ્યાવર્તિત્વમ્ ૩પત્નક્ષત્વિમ્
ઉપલક્ષણનો બીજો પ્રકાર કોઈ વ્યક્તિને તરસ લાગી હોય અને પાણી મંગાવે તો પાણીને લાવનાર કાંઈ ખોબામાં પાણી લાવતો નથી પણ ગ્લાસમાં લાવે છે. જો કે કહેનારે ગ્લાસ લાવવાનું કહ્યું પણ નથી. છતાં પણ પાણી લાવનાર વ્યક્તિ સમજી જાય છે કે પાણી લાવવાનું કહ્યું તેથી ગ્લાસ લાવવાનો જ હોય’ આ રીતે જે પદથી પોતાના અર્થના બોધ સાથે તેની સાથે સંકળાયેલ બીજા પણ અર્થનો બોધ થઈ જાય તે પદને ઉપલક્ષણ કહે છે.
સ્વબોધત્વે સતિ વેતરવોધત્વમ્ ૩પત્નક્ષત્વિમ્ શાસ્ત્રની ટીકાઓમાં કેટલીયે જગ્યાએ મૂળસૂત્રના કોઈ કોઈ પદને ઉપલક્ષણ તરીકે દેખાડીને તે પદનો અર્થ અને તેની સાથે બીજો પણ સૂચિત અર્થ કે જે પ્રસ્તુતપદાર્થમાં સંલગ્ન છે તેને પણ દર્શાવાય છે. દા.ત. દીક્ષાના મુહૂર્વે રજોહરણ અર્પણ કર્યું. અહીં મુહપત્તિનું અર્પણ પણ ઉપલક્ષણથી સમજી લેવાનું રહે છે. “સાધુએ ક્ષમા રાખવી જોઈએ.' - અહીં ઉપલક્ષણથી સાધ્વીની વાત પણ સમજી લેવાની હોય છે. “નટ નાચતો જોવાય નહીં અહીં નટડીના નાચને જોવાનો નિષેધ પણ સમજી લેવાનો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org