________________
જાતિલક્ષણ – જે ધર્મ નિત્ય હોય અને અનેક આશ્રયમાં સમવાય સમ્બન્ધથી રહેનારો હોય પણ એક જ હોય તેને જાતિ કહે છે. દા.ત. ઘટત એ નિત્ય છે, એક જ છે, છતાંયે અનેક ઘટમાં સમવાય સમ્બન્ધથી રહે છે. સંસ્કૃત ભાષામાં...નિત્યત્વે તિ અને સમતત્વમ્ નાતિત્વમ્
જાતિનું કાર્ય - અનુગમ અર્થાત્ કોઈ એક ધર્મ અનેક આશ્રયોમાં અનુવર્તમાન - અનુસરતો રહે. અર્થાત્ પોતાના આશ્રયરૂપે અનેકનો એક સરખો બોધ કરાવે તેને અનુવૃત્તિ કહેવાય.
દા.ત. ઘટત્વ સઘળાંયે ઘડાઓમાં અનુવર્તમાન છે. એથી એમ કહી શકાય “સઘળાય ઘટોમાં ઘટત્વની અનુવૃત્તિ છે.” અનુવૃત્તિની બુદ્ધિ એટલે કે “આ પણ ઘટ છે તે પણ ઘટ છે આવી અનેક વસ્તુમાં એકાકાર પ્રતીતિ થાય તેને અનુવૃત્તિ બુદ્ધિ કહેવાય. આ અનુવૃત્તિ બુદ્ધિને અનુગતબુદ્ધિ પણ કહે છે. દ્રવ્યત્વની પૃથ્વી - જલાદિ અનેક આશ્રયોમાં અનુવૃત્તિ રહે છે. એક જ ધર્મ અનેક આશ્રયોમાં અનુવર્તમાન્ હોય તેને અનુગત કહેવાય છે.
અનુગત = અનુવૃત્તિમાન્ = અનેકમાં અનુવર્તમાન.
વ્યાવૃત્તિ :- કોઈ એક ધર્મ અનેક ઠેકાણે ના રહેતાં માત્ર કોઈ એકજ સ્થાનમાં રહી જાય તેને વ્યાવૃત્તિ કહેવાય.
વ્યાવૃત્ત = વ્યાવર્તમાન = નિવૃત્તિ = નિવર્તમાન
અર્થાત્ અનેક ઠેકાણેથી નિવૃત્ત થવું. વ્યાવૃત્તિ = ભેદ, કોઈ એક ધર્મના કારણે તેનો આશ્રય બીજી વસ્તુઓ કરતાં ભિન્ન તરી આવે તે ધર્મને વ્યાવર્તક કહેવાય. દા.ત. કોઈ ઘડો કાણો છે. કોઈક કાળો છે. કોઈક લાલ છે. આમ શ્યામરૂપાદિને આશ્રયીને “આ બધા ઘડા એક બીજાથી વ્યાવૃત્ત છે” એમ કહેવાય. અથવા “શ્યામત્વધર્મ એ શ્યામેતર બધા પદાર્થોમાંથી વ્યાવૃત્ત છે. “શ્યામઘટમાં શ્યામેતર સકળ ઘટની વ્યાવૃત્તિ છે” એમ કહેવાય.
સાદેશ્ય:- બે કે તેથી વધુ વસ્તુનું સરખાપણું છે. તેને સમાનતા પણ કહે છે. કોઈ એક વસ્તુમાં જેટલા ધર્મો હોય તેમાંથી બે-ચાર કે ઘણા ધર્મો બીજી વસ્તુમાં હોય તેનું નામ સાદૃશ્ય. સંસ્કૃત ભાષામાં આમ બોલાય કે તમન્નત્વે સતિ તમામૂયોધવક્તમ્ =સાદથમ્ | દા.ત. એક ઘડો મોટો છે. બીજો ઘડો નાનો છે. તો બન્નેમાં પરિમાણ ભિન્ન ભિન્ન હોવાથી અને ઘડા ભિન્ન છે. એટલે કે તેમાં તમન્નત્વ છે. પણ એક પરિમાણસિવાય રૂપ-રસ-ગધ-આકાર ૧૪૪ ઉટક 8 8 8 8 8 % 88 8 8 88 છે કે કે કે કે 8 8 8 £કે કે જે 8 8 8 8 8 8 8 8 8 8 8 8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org