________________
(૨૪) વ્યાપાર - (દ્વાર). પહેલા કાર્યકારણભાવનું વિવેચન થઈ ગયું છે એ સમ્બન્ધમાં એક નવો વિચાર કરવાનો છે. ઘડો જ્યારે ઉત્પન્ન થયો તે પહેલા ચક્ર જમાડ્યા પછી દષ્ઠ ચૂલામાં નાખ્યો અને બળી ગયો. ઘડો ઉત્પન્ન થયો ત્યારે તો એના અસ્તિત્વની રાખ થઈ ગયેલી તો એ દંડને ઘડાની ઉત્પત્તિનું કારણ શી રીતે કહી શકાય ?
એજ રીતે આ ભવમાં જે કાંઈ સુખ-સમૃદ્ધિ કે દુઃખ પીડા ભોગવીએ છીએ, તે પૂર્વભવમાં કરેલી દાનાદિ આરાધના કે જીવવિરાધનાનું કાર્ય (ફળ) છે-એવું શી રીતે માની શકાય? પૂર્વભવમાં જે દાનાદિ આરાધના કરી તે તો એ ભવમાં જ પૂરી થઈ ગઈ હવે આ ભવમાં ફલોત્પત્તિ સમયે એનું નામ - નિશાન નથી તો એ ભવની દાનાદિ આરાધના સુખ - સમૃદ્ધિનું કારણ કે જીવવિરાધના આ ભવમાં દુઃખ-પીડાનું કારણ શી રીતે મનાય?
એ જ રીતે કોઈ ગ્રન્થના પ્રારમ્ભમાં એક વરસ પહેલા મંગળાચરણ કરેલું અને આજે એ ગ્રન્થની સમાપ્તિ થઈ તો આજની સમાપ્તિમાં બારમહિના પહેલા કરેલું મંગળ શી રીતે કારણ મનાય?
જો આવી રીતે દૂરના કાળમાં રહેલા કે ખતમ થઈ ચૂકેલા ભાવોને આજે થયેલા કાર્યમાં કારણ માની શકાય તો પછી ગઈકાલે સળગેલી ભટ્ટીથી આજની ખિચડી પાકી શકે ! તેમજ વરસ પહેલા કોઈએ ખાધુ હોય તો આજે એનો ઓડકાર આવી શકે.
આ બધાનો જવાબ આ રીતે -
રાજા પોતાના રાજમહેલમાં બેઠો હોય અને પોતાનો સેનાપતિ યુદ્ધમાં શત્રુઓને મારી નાખે તો રાજમહેલમાં બેઠેલા રાજાનો વિજય થયો કહેવાય છે.
મહીના પહેલા મરીગયેલા રાજીવગાંધીનો મહિના પછી ચૂંટણીમાં વિજય થયો. રીમોટ કંટ્રોલથી અહીંયા સ્વીચ દબાય તો ઉપર આકાશમાં વિમાન ઊડે છે. તેમજ અહીંયા રહેલું લોહચુમ્બક દૂરરહેલા લોખંડને આકર્ષવાનું કામ કરે છે. આજે હડકાયું કૂતરું કરડ્યું હોય તો પાંચવરસ પછી એના કડવા પરિણામ
દેખાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org