________________
ઘટત્વ ન હોય એવા ઈટ-પાષાણ વિ.માં રહી જાય તો પછી ત્યાં ઘટવાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવને બદલે પૃથ્વીવાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવનો ઉલ્લેખ કરવો પડે. આ રીતે ઘટજ્ઞાનની વિષયતાનું અવચ્છેદક ઘટત્વ, જલપકારક જ્ઞાનની પ્રકારતાનું અવચ્છેદક જલત્વ, ભૂતલનિષ્ઠ અનુયોગિતાનું અવચ્છેદક ભૂમિત્વ, અગ્નિનિષ્ઠસાધ્યતાનું અવચ્છેદક અગ્નિત્વ, પર્વતનિષ્ઠપક્ષતાનું અવચ્છેદક પર્વતત્વ, ધૂમનિષ્ઠ હેતુતાનું અવચ્છેદક ધૂમત સમજી લેવું. ૩. વ્યવચ્છેદક :
અવચ્છેદક = વ્યવચ્છેદક અર્થાત્ અવચ્છેદકધર્મ વિષયતા - કારણતા વિ. ધર્મોને અન્ય આશંકિત ધર્મીઓમાંથી નિવૃત્ત કરીને = વ્યવચ્છેદ કરીને = બાદબાકી કરીને = વ્યાવૃત્ત કરીને કોઈ એક નિશ્ચિત ધર્મીમાં નિયત્રિત કરે છે. દા.ત. ચિનોક્તસાધના (કેવલીભાષિતધર્મારાધના) મોક્ષનું કારણ છે. અહીં સાધનામાં રહેલો જિનોક્તત્વધર્મ મોક્ષની કારણતાને જિનોક્ત સાધનામાં એ રીતે નિયંત્રિત કરે છે કે જેથી ઇસુ વિ. ભાષિત સાધનામાંથી મોક્ષની કારણતાની બાદબાકી સૂચિત થાય છે.
એટલે કે મોક્ષકારણતા જિનોક્તત્વાવચ્છિન્ના અર્થાતુ મોક્ષની કારણતાનો અવચ્છેદક ચિનોક્તત્વધર્મ છે. તેથી જે જે સાધનાઓમાં જિનોક્તત્વ નહીં હોય તે તે સાધનાઓ મોક્ષનું કારણ માની શકાય નહિ, હોઈ શકે નહિ. તેથી અભવ્ય જીવ દેખાવમાં જૈન જેવી લાગતી કઠોર સાધના કે પ્રરૂપણા કરતો હોવા છતાં સૂક્ષ્મદૃષ્ટિએ સમજી શકાય કે તેની સાધના-પ્રરૂપણામાં સ્વચ્છંદત્વ છે, નહિ કે જિનોક્તત્વ. ચિનોક્તત્વ - સ્વચ્છન્દવ પરસ્પર વિરોધી છે. તેથી અભવ્યની કઠોર સાધનામાં કે શુદ્ધ દેખાતી પ્રરૂપણામાં મોક્ષની કારણતા હોઈ શકે નહીં. જો મોક્ષની કારણતાનું અવચ્છેદક સ્વચ્છન્દવ હોત તો દરેક જીવની સ્વચ્છન્દ મરજી મુજબની પ્રવૃત્તિ મોક્ષનું કારણ બની જવાથી બધા જીવોનો મોક્ષ થઈ
જાત.
૪. અવચ્છેદક
= જ્ઞાપક અથવા પરિચાયકા પહેલા સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે જાતના પદાર્થો જણાવાઈ ગયેલા છે એ સાપેક્ષ પદાર્થોમાં પિતૃત્વ વિ. પદાર્થો એવા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org