________________
કટુ વિપાકો અને તેના ત્યાગથી થતા લાભો વિસ્તારથી અહીં નિરૂપિત થયા છે. મોહરાજાના આખા શસ્ત્રાગારની ગુપ્ત માહિતીઓનો અહીં પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ અધિકારનું ઉપયોગપૂર્વક અધ્યયન કરવામાં આવે અને સંવદેનપૂર્વક પરિભાવન કરવામાં આવે તો એક નાનકડા પાપનું સેવન પણ કઠણ થઇ પડે. એક નાનકડું પાપ પણ પીડાદાયક બની રહે. કોઇ પણ પાપ ઉદયમાં આવે ત્યારે તો પીડા આપે, આ ગ્રન્થના અભ્યાસ અને અધ્યાસથી બંધકાળે પણ પાપ પીડાકારક બની રહે. જે પાપ બંધકાળે પીડાકારક બની રહે તે પાપ ઉદયકાળે બહુ પીડા આપી શકતું નથી.
મૂળ પ્રાકૃત ભાષામાં આ સંપૂર્ણ ગ્રન્થ રચાયેલો છે. પંન્યાસશ્રી પ્રશાન્તવલ્લભવિજયજીએ અઢાર પાપ સ્થાનકના સંપૂર્ણ વિભાગને ભાષાન્તર સહિત સંપાદિત કરીને મોક્ષમાર્ગના પથિકોને સંવેગનું પાથેય ભરી આપ્યું છે. પ્રાકૃતભાષા નહિ જાણનારને ગુજરાતી અનુવાદ ખૂબ ઉપયોગી થઇ પડશે. જૈન સાહિત્ય વિશ્વમાં આવું એક ઉત્તમ નજરાણું પડેલું છે તેનો ઘણાંને ખ્યાલ પણ નહિ હોય. આ ગ્રન્થના વાંચન અને ચિંતનથી આત્માર્થી જીવોના પાપપડલોનો પરિહાર થશે. તે વાતમાં સંદેહને કોઇ સ્થાન નથી.
સંપાદક પંન્યાસજી સંવેગામૃત નિમગ્ન એક ઉત્તમ આરાધક મહાત્મા છે. તેમણે આ પૂર્વે ફુલક સમુચ્ચય' ગ્રન્થનું પણ આ રીતે ભાષાન્તર સહિત સંપાદન કરીને જૈન સંઘને સુંદર ભેટ ધરી છે.
જૈન સાહિત્ય ખજાનામાં છૂપાયેલા આવા બીજા પણ અણમોલ રત્નોને આ રીતે શ્રી સંઘ સમક્ષ રજૂ કરે તેવી અપેક્ષા રાખીએ.
પાપની ગતિ કદાચ બંધ ન પડે તોય મંદ તો પડે જ તેવી ભાવના અને સંકલ્પ સાથે ચાલો આ ગ્રન્થની યાત્રાએ ઉપડીએ.
પંન્યાસ મુક્તિવલ્લભવિજય
ઘોઘા તીર્થ વિ.સં. ૨૦૬૩, પોષ વદ-દ્ધિ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org