________________
મંત્ર-વિદ્યા સાધના માટે વિધિ ક્રમ
મંત્ર-વિદ્યા સાધનામાં સામાન્યથી જે વિધિ છે એની મૂળભૂત ક્રિયાઓ ઉપર ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
સ્થાન : પવિત્ર, શુદ્ધ, સ્વચ્છ જોઈએ.
જેની સાધના હોય તેના ચિત્ર સામે રાખવા...
અથવા પ્રભુજીને સામે રાખવા.
દરેક મંત્રના જાપ સમય-સંખ્યા નિર્ધારિત છે તેને અનુરૂપ જાપ કરવો. વસ્ત્ર : શુદ્ધ-સ્વચ્છ સાંધા વિનાના રાખવા ઉત્તમ છે.
ધૂપ-દીપ રાખવા (પૂ. સાધુ-સાધ્વી મ. ન રાખે તો ચાલી શકે તેના સ્થાને ચાંદીના બે સિક્કા રાખવા. ધૂપ-દીપની કલ્પના કરવી.) પૂ. ગુરુદેવ ઉપર સમર્પણ ભાવ .
મંત્ર દાતા ઉપર બહુમાન અને શ્રદ્ધા. ભારે આહારનો ત્યાગ.
બ્રહ્મચર્યનું અવશ્ય મેવ પાલન.
મંત્રોના શબ્દોના ઉચ્ચારણ શુદ્ઘ તેમજ ધીમા જોઈએ. અથવા મનમાં જાપ કરવો.
મંત્રની ઉપાસના, ધ્યાન, પૂજન અને જાપ શ્રદ્ધા વિશ્વાસપૂર્વક કરવા જોઈએ.
♦ દિશા, કાળ, મુદ્રા, આસન, વર્ણ, પુષ્પ વગેરે જાણીને મંત્ર-સાધનાનો પ્રારંભ કરવો.
१७१
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org