________________
વિધિ - સહુ પ્રથમ એક બે સોપારી કંકુવાળી કરવી, ૧ સોપારી, ૧ તાંબાનો પૈસો અને એક ચપટી ચોખા આદિ ઉપરોક્ત મંત્રથી અથવા શ્રીવર્ધમાન વિદ્યાથી ૧૦૮ વાર મંત્રી લેવા, સોપારી જમણા હાથમાં રાખવી અને મંત્ર જાપ થયા પછી સોપારી ઉપર વાસક્ષેપ કરવો. (પૂજ્ય ગુરુભગવંત હોય તો તેમની પાસે મંત્રિત કરાવવું) * જમણા હાથની મુઠ્ઠીમાં સોપારી, પૈસો, ચોખાને વાસક્ષેપ લેવો,
અને ઉત્તર દિશા કે ઈશાન ખૂણા સામે રાખીને વિધિ કરાવનાર શ્રાવકે રહેવું. જાજમ પાથરવાનું મુહૂર્ત આવે ત્યારે હાજર રહેલા દરેક
ભાગ્યશાળીઓ પાસે ૧૨ નવકાર ગણાવવા. * જાજમ શુદ્ધ અને ચોકખી લેવી, અને તેના પર શ્રીગૌતમસ્વામીનો
મંત્ર ગણી લેવો. * જે કુંવારી કન્યાઓ છે તેમને કપાળમાં તિલક કરવા, શુભ વસ્ત્રો
પહેરાવવા, અને જાજમના ૪ છેડા ૪ કન્યાઓના હાથમાં આપવાં. જાજમ પાથરવાની હોય તે જગ્યા શુદ્ધ જલથી અને ગોમૂત્રથી પવિત્ર કરવી. જાજમ જ્યાં પાથરવાની છે તેની વચ્ચે તેમજ ચાર ખૂણે કંકુના સાથીયા કન્યાઓ પાસે કરાવવા, તથા તેના પર ચોખા ચોટાડવા
(નાંખવા). * વચ્ચે મંત્રિત સોપારી મૂકાવવી અને ડાભ ધરો ફુલને ૧ રૂપિયો વચ્ચે મૂકાવવો, તથા ચાર ખૂણે ચાર પાવલી સોપારી ડાભ ધરો ફૂલ
૦ ૨૩૬ ૦
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org