________________
એના ૬૭ આચાર શા માટે આરાધે? તો કે બાર વતની સાધના માટે. એ શા માટે કરે ? તો કે અંતરાત્મામાં દેશવિરતિના ભાવ પ્રગટાવવા, ને પંચમ ગુણસ્થાનકરૂપી ફળ માટે. એ ફળ પણ, એક દિવસ સંસાર-ત્યાગ કરી સાધુજીવન લઈ એની સાધના કરાય એ ફળ માટે. એ પણ અંતરાત્મામાં સર્વવિરતિ ભાવરૂપી ફળની પ્રાપ્તિ માટે અને એના સંવર્ધન માટે કરાય. એ પણ ઉત્તરોત્તર અપ્રમત્તભાવ, અપૂર્વકરણ વગેરે ફળ માટે, ને એ પણ અનાસંગયોગ અને વીતરાગભાવરૂપી ફળ માટે કરાય. એ પણ કેવળજ્ઞાન માટે, ને એ પણ અંતે અયોગ અને શૈલેશી રૂપે ફળ માટે છે. તેમજ એ પણ સર્વ કર્મક્ષય કરવા માટે છે. અને એ પણ સર્વથા શુદ્ધ અનંત - જ્ઞાન - સુખાદિમય - આત્મતત્ત્વ - આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે કરાય છે.”
(પૃ.૨૩ કોલમ ૧) “જીવનમાં આ ચરમ અને પરમ ફળસ્વરૂપ તત્ત્વકાય-અવસ્થાનું જો લક્ષ્ય બંધાઈ જાય તો એની પૂર્વના - પૂર્વે કહ્યા એ આત્મવિકાસનાં જ ફળ નિપજાવવાની લાલસા રહે, પણ તુચ્છ દુન્યવી સુખસન્માન વગેરેની લાલસા ન રહે. શુદ્ધ આત્મસ્વરૂપ સુધીના ફળની લાલસામાં દુન્યવી ફળની લાલસા મરી પરવારે.”
(પૃ. ૩૦ કોલમ ૨) “પ્ર.- તો શું રાગદ્વેષ ન ટળે ત્યાં સુધી સમ્યગ્રજ્ઞાન નહિ ભણવાનું? ધર્મક્રિયા નહિ કરવાની ?'
ઉ0- સમ્યગૃજ્ઞાન જરૂર ભણવાનું, અને ધર્મક્રિયા પણ જરૂર કરવાની, પરંતુ તે રાગદ્વેષ ટાળવાના ઉદ્દેશથી કરવાની.
(પૃ. ૪૦ કોલમ ૧) “શુદ્ધ ધર્મ કરવાની ધગશ હોય, તો જ ઈચ્છાયોગની સાધનામાં આવી શકાય, નહિતર નહિ. જગતમાં સંમૂર્ણિમ ક્રિયા કરનારા હોય છે, વિષક્રિયા કરનારા હોય છે, પણ એ ઈચ્છાયોગમાં નહિ ગણાય, કેમકે એ શુદ્ધ ધર્મની સાચી ઈચ્છા નથી.”
આ બધા પ્રતિપાદનથી એક વાત નિશ્ચિત જ છે કે પૂજય ગુરુદેવશ્રી એવું જરાય નથી ઈચ્છતા કે “લોકો ભલે સંસારમાં જ રહે અને ધર્મક્રિયા કરતાં
(૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org