________________
૧૨૩-ધર્મ શા માટે કરવાનો ? વર્ષોના ધર્મીમાં અનુચિત દોષો કેમ? (લેખક-પૂજ્યપાદ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા)
(લેખાંક -૧) (દિવ્યદર્શન, વર્ષ-૩૩, વિ.સં. ૨૦૪૧, કારતક વદ-૯, અંક નં.૧૦)
ધર્મી જીવને કોઈ પૂછે “તમે ધર્મ શા માટે કરો છો? તો ધર્મનું ખરું મહત્વ સમજનાર સહેજે કહેશે કે ધર્મ કરવાથી જનમ મરણના ફેરા ટળે, અને મોક્ષ મળે, એ માટે અમે ધર્મ કરીએ છીએ' મતલબ, જન્મ-મરણનો અંત અને મોક્ષપ્રાપ્તિ એ ધર્મપ્રવૃત્તિનો ઉદ્દેશ છે. આ ઉદ્દેશ પવિત્ર છે આના પર હવે વિચાર આ કરવાનો છે કે મોક્ષના પવિત્ર ઉદ્દેશ થી ધર્મ કરનારના જીવનમાં (૧) ધર્મ કરતી વખતે પણ કેટલીક વાર મદ-અહત્વ-ઈષ્ય-કલહ વગેરે દોષો કેમ ઝગમગતા દેખાય છે? તેમજ (૨) જીવનમાં કોઈ ભાઈ ભાંડુ સાથે વૈર-વિરોધઅંટસ ઊભા કેમ? (૩) ધંધા-વેપારમાં લીનતા ને ધનની તીવ્ર તૃષ્ણા કેમ? (૪) ખાનપાનની લાલસાને વિષય-લંપટતા કેમ? (૫) જિન-વચનની ઉપેક્ષા કેમ? તથા (૬) જીવઘાતક આરંભ-સમારંભમાં નિર્ભીકતા, અને (૭) સાધુ-સાધ્વીસંઘ પ્રત્યે અનાદર...ઈત્યાદિ ઈત્યાદિ મહાદુર્ગુણો વર્ષોના કેટલાંક ધર્મીમાં કેમ જીવતા જાગતા દેખાય છે? મોક્ષના મહાન પવિત્ર ઉદ્દેશથી ધર્મ કરનારમાં આ સંગત છે? ધર્મ ગમે તેટલો કરે છતાં જો આ દોષો ઝગમગતા રહે તો કદીયે મોક્ષ ઉદેશ સિધ્ધ થાય? વર્ષોથી ધર્મ કરે અને એ દોષ-દુર્ગુણો-દુષ્કૃત્યો ઓછા ન થાય? ઓછા ન થવાનું શું કારણ?
આના પર વિચાર કરતાં એમ જણાય છે કે ધર્મ કરતી વખતે, અરે! એક નવકાર-સ્મરણ કરતી વખતે પણ, છેલ્લો બહુ આઘેનો (પરંપરપ્રયોજન) મોક્ષનો ઉદ્દેશ રાખ્યો છે, પરંતુ અનંતર પ્રયોજનરૂપ નજીકનો આવા કોઈ દોષના નિવારણનો ઉદ્દેશ કે એના કોઈ ઉપાયનો ઉદ્દેશ જ રાખ્યો નથી, પછી ધર્મ કરીને એ ઉદ્દેશ શી રીતે સિદ્ધ થાય?
શું એવા નજીકના ઉદ્દેશ હોઈ શકે છે?
હા; માટે તો બોલાય છે કે “આટઆટલો તપ કર્યો છતાં ક્રોધ ઓછો ન થયો?' આ શું સમજીને બોલાય છે? એ જ કે તપ કરતાં કરતાં ક્રોધ દબાવતા
(૨૦૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org