________________
આ સમજીને ભગવાન આગળ ‘ઈષ્ટફળસિદ્ધિ' એટલે કે આ લોકની દુન્યવી વસ્તુ માગે. એમ ગણધર વચનથી ધુરંધર પૂર્વાચાર્ય ભગવંતો એકમતે કહે છે.
પ્ર.- આચાર્ય ભગવંતો એ માગવાનું કહે છે એમાં હેતુ તો ચિત્તસ્વસ્થતા મેળવવાનો જ આવ્યો ને એટલે વાસ્તવિક માંગણી તો દુન્યવી વસ્તુ કરતાં ચિત્તસ્વસ્થતાની જ આવી ને ?
ઉ.- જો એવું હોત, તો તો એ ધુરંધર આચાર્ય ભગવંતોને ‘ઈષ્ટફળ’ની સીધી વ્યાખ્યા ચિત્તસ્વસ્થતા લખતાં નહોતી આવડતી ? વચમાં ઈહલૌકિક વસ્તુની માગણી લાવવાની જરૂર જ શી હતી ? તે એક આચાર્ય નહી, બે આચાર્ય નહી, પરંતુ ચાર ચાર આચાર્ય ભગવાન અને એક ઉપાધ્યાય ભગવાન, બધાએ ‘ઈહલૌકિક વસ્તુ’ની જ માગણી શું કામ મૂકી ? મૂકી છે એ હકિકત છે, એ સૂચવે છે કે ‘ઈષ્ટફળસિદ્ધિ’થી વાસ્તવમાં માગણી આ લોકની દુન્યવી વસ્તુની જ છે. ‘ઈષ્ટફળસિદ્ધિ’નો પરમાર્થ એ જ છે, પણ નહિ કે ‘ચિત્તસ્વસ્થતા યા મોક્ષ અને મોક્ષસાધક સામગ્રી’. ચિત્તસ્વસ્થતા તો ‘ઈષ્ટફળસિદ્ધિ”નું ફળ છે, એમ એજ આચાર્ય ભગવંતોએ સ્પષ્ટ કર્યું છે. ફળનું કારણ માંગ્યું ત્યાં ફળ માંગ્યું ન કહેવાય. ગરીબ માણસ દીકરી પરણાવવાના ખર્ચ માટે કોઈ પાસે સહાય માગે, તો એણે માગણીપૈસાની જ કરી કહેવાય, દીકરીના લગ્નની નહિ. અલબત્ પૈસા મળવાનું ફળ લગ્ન છે, છતાં માગણી કરે છે તે વાસ્તવમાં પૈસાની માગણી કરે છે. એમ પ્રસ્તુતમાં પરમાર્થથી માગણી પણ “ઈહલૌકિક વસ્તુ’ની જ છે, ને એ કોઈ પણ પૂર્વાચાર્ય ભગવંતે ઈષ્ટફળની વ્યાખ્યા ‘સ્વસ્થતા, મોક્ષ અને મોક્ષસાધક સામગ્રી’ એવી કરી જ નથી, કિન્તુ દરેકે દરેક આચાર્ય ભગવંતે ‘ઈહલૌકિક પદાર્થ’ એવી જ વ્યાખ્યા કરી છે, એ પરથી સ્પષ્ટ છે, હવે ‘ભગવાન આગળ આ લોકની કશી વસ્તુ મગાય જ નહિ. ભગવાન આગળ તો મોક્ષ અને મોક્ષસાધક સામગ્રી જ મગાય’ આવું ‘જ’ કાર સાથે પ્રતિપાદન કરવું એ પૂર્વાચાર્યોનાં એટલે કે શાસ્ત્રના વચનને અનુસર્યા કહેવાય ? કે વચનનો અપલાપ કર્યો કહેવાય ?
Jain Education International
(૧૮૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org