________________
જીવનમાં અરિહંતદેવનું સ્થાનઃ ‘ઈષ્ટફળસિદ્ધિ’નો શાસ્ત્રીય અર્થ (લેખાંક-૪)
(દિવ્યદર્શન, વર્ષ-૩૩, વિ.સં.૨૦૪૦, આસો વદ-૧૦, અંક નં.૭)
અરિહંતદેવનો ભક્ત વીતરાગ સર્વજ્ઞ શ્રી અરિહંત પરમાત્માને જીવનમાં ઠામઠામ સ્થાન આપનારો હોય એમાં નવાઈ નથી; કેમકે
(૧) એ સમજે છે કે અરિહંત પરમાત્માને આ ઉત્તમ આર્ય મનુષ્યભવ બધી ભૌતિક અનુકૂળતાઓ તથા દેવગુરૂ વગેરે આરાધનાની સામગ્રી પમાડવાનો ૫૨મ ઉ૫કા૨ છે, ને આગળ પણ ઠેઠ મોક્ષ સુધી પહોંચાડવાનો અનંત ઉપકાર થવાનો છે. એવા અનંત ઉપકારીને ક્યાં અને ક્યારે ભૂલાય ?
(૨) અરિહંતદેવના ભક્તને અરિહંત ઉપર એટલો બધો પ્રેમ છે કે માત્ર ધર્મ જ નહિં કિંતુ બીજાગમે તે કાર્ય વખતે પણ અરિહંતને ભૂલી શકતો નથી, મોક્ષનો પ્રેમ કેવો હોય એના માટે કહ્યું છે ‘જિમ મહિલાનું (મન) વહાલા ઉપરે ઘરનાં કામ કરત' અર્થાત જેમ પતિભક્તા સતી સ્ત્રીનું મન, ઘરના કામ બજાવતી વખતે પણ,વહાલા પતિ ઉપર જતું હોય છે, એમ મોક્ષાર્થી અર્હદ્ભક્તને દુન્યવી કાર્યો બજાવતી વખતે પણ મન પ્રિય મોક્ષ અને વહાલા અરિહંતદેવ ઉપર જાય છે.
(૩) મન અનંતાનંતકાળથી રાગ-દ્વેષ, પૌદ્ગલિક આસક્તિ-અરૂચિ, મોહ-મદ-માયા-ઈર્ષ્યા વગેરે ખરાબીઓથી મલિન રહેતું આવ્યુ છે, એને વિશુદ્ધ બનાવવા અને વિશુદ્ધ બન્યુ રાખવા શ્રેષ્ઠ ઉપાય અરિહંત પ્રભુનું સ્મરણ-ચિંતન છે. એવા અરિહંતદેવને સાંસારિક પ્રવૃત્તિમાં પણ ઘડી ય શાના વીસરાય ?
(૪) અરિહંતદેવના અનંત ઉપકારને સમજનારો ભક્ત કૃતજ્ઞતારૂપે કમમાં કમ એ પ્રભુનું અને પ્રભુના અનંત અચિંત્ય પ્રભાવનું આ રીતે સ્મરણ કર્યા વિના રહે નહિ, કે ‘દુન્યવી કે આત્મિક કાંઈ પણ સારૂ મળ્યુ કે સારું મનગમતું બની આવ્યું તો તે મારા પ્રભુના પ્રભાવે જ પ્રભુની કરૂણાથી જ મળ્યુ, કે બની આવ્યુ, અને હજી પણ મલશે કે બની આવશે તે એ પ્રભુના પ્રભાવે જ પ્રભુની કરૂણાથી જ થવાનું છે’ એ માને છે કે ‘જિનભક્તે જે નવિ થયું રે, તે બીજાથી
Jain Education International
(૧૮૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org