________________
એટલે એ પ્રકૃતિઓની બંધાતી જઘન્ય સ્થિતિ આવે છે.
શંકા : ‘પતિયાસંäમૂળ’ પદ પૂર્વે ‘વેઉવિછક્રિ.. વગેરે આખો ૪૯મી ગાથાનો પૂર્વાર્ધ રહ્યો છે. એટલે એ પદનો અન્વય ૪૮મી ગાથાના ઉત્તરાર્ધ સાથે કરવો યોગ્ય નથી.
સમાધાન ઃ શેષપ્રકૃતિઓમાં વૈક્રિયષટ્ક પણ સમાવિષ્ટ છે. કિન્તુ નિદ્રા વગેરે શેષપ્રકૃતિઓ માટે જેમ ઉત્કૃષ્ટને ૭૦ કોડા કોડીથી ભાગવાની છે એટલું જ કાર્ય વૈક્રિયષટ્ક માટે પર્યાપ્ત નથી, કિન્તુ એ પ્રમાણે ભાગીને ૧૦૦૦ વડે ગુણવું પણ આવશ્યક છે માટે એ વાતને વચ્ચે જણાવી દીધી છે. એટલે વૈક્રિયષટ્ક માટે ઉત્કૃષ્ટને ૭૦ કોડા કોડીથી ભાગી ૧૦૦૦ વડે ગુણવા સુધીની અને શેષ નિદ્રાદિ માટે ઉત્કૃષ્ટ ને ૭૦ કોડા કોડાથી ભાગવા સુધીની પ્રક્રિયા દર્શાવી દીધી. હવે આગળની પ્રક્રિયા દર્શાવવા ગ્રન્થકારે ‘વત્તિયાસંવુંમૂળ’ પદ કહ્યું છે. એટલે નિદ્રાદિપ્રકૃતિઓ માટે જે કહ્યું કે ‘ઉત્કૃષ્ટને ૭૦ કોડા કોડીથી ભાગવાથી જે આવે’ તેમાં આ પદના ‘તેને પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન કરવું’ આવા અર્થનો અન્વય કરી શકાય છે. જો આ રીતે એમાં અન્વય કરવામાં ન આવે તો એનો અન્વય ક્યાં કરશો ? કારણકે વૈકિયષટ્કના જઘન્ય સ્થિતિબંધક જીવો અસંજ્ઞી હોવાથી અને તેઓને તો P/s સ્થિતિસ્થાનો હોવાથી એમાં પલ્યોપમનો અસંખ્યમો ભાગ ન્યૂન કરવાનું કહેવાનો કોઈ મતલબ નથી. એટલે એ પદ અન્વય વિનાનું ન રહી જાય એટલા માટે નિદ્રા વગેરે માટે જે કહ્યું છે એમાં એનો અન્વય કરવો અસંગત નથી.
વૈક્રિયષટ્ક તો છ જ પ્રકૃતિઓ છે, નિદ્રા વગેરે પ્રકૃતિઓની ઘણી બહુલતા છે. માટે ગ્રન્થકારે નિદ્રા વગેરે પ્રકૃતિઓની અપેક્ષાએ જ શું ન્યૂન કરવાનું એ જણાવ્યું છે. વૈક્રિયષટ્ક માટે તો ‘એના બંધક અસંજ્ઞી જીવો છે’ એવું આ ગાથામાં જણાવ્યું છે અને ૫૪મી ગાથામાં ‘અસંજ્ઞીજીવોના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/s જેટલું અધિક હોય છે’ એ જણાવ્યું છે. આ બેના અનુસંધાનથી વૈક્રિયષટ્ક માટે P/s ન્યૂન કરવાનો છે એટલી ‘વ્યાખ્યાનતો વિશેષપ્રતિપત્તિઃ’ ન્યાયે વ્યાખ્યા કરવી એને કોઈ અયોગ્ય નહીં કહી શકે, અન્યથા કર્મપ્રકૃતિમાં મૂળમાં તો વૈક્રિયષટ્ક માટે હજારે ગુણવાનું પણ કહ્યું નથી, છતાં ચૂર્ણિકારે એ પ્રમાણે જે વ્યાખ્યા કરી છે તેને પણ અસંગત માનવી પડે. બાકી, P/a ન્યૂન
૨૧૪
Jain Education International
શતક ગ્રન્થ પર ટીપ્પણો
......
For Private & Personal Use Only
www.jainelibrary.org