________________
ચિંતન તેઓ શ્રીમદ્ભા છે, માત્ર મારા શબ્દોમાં રજુઆત છે... સ્વ. પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. વગેરે પાસે ન્યાયગ્રન્થોનું અધ્યયન થવાથી ખીલેલી તર્કશક્તિ પણ પ્રશ્નો ઉઠાવવામાં, એના સમાધાન શોધવામાં, એ સમાધાનમાં વળી બીજા કોઈ પ્રશ્નો અસંગતિ વગેરે ઊભા નથી થતા ને ? એ ચકાસવામાં, એ થતા હોય તો એ ટળી જાય એ રીતે પૂર્વપ્રશ્નનું નવું સમાધાન શોધવામાં.... આ બધામાં ખૂબ ભાગ ભજવે છે. આ બધી વાતો જણાવવા પાછળનું પ્રયોજન પણ જણાવી દઉં.
મારે તે તે દરેક સાધુ-સાધ્વીવૃન્દના વડીલોને ભલામણ કરવી છે કે પોતાના આશ્રિત સાધુ-સાધ્વીજીનું અધ્યયન માત્ર પગારદાર પંડિતોના ભરોસે છોડી દેતા મહાત્માઓપાસે જ મહાત્માઓનું અધ્યયન થાય એવી વ્યવસ્થા ઊભી કરવી. મારું તો શ્રી પ્રેમ-ભુવનભાનુ સૂરિસમુદાય પામવાનું એવું પરમ સૌભાગ્ય છે કે જેમાં ગુરુપરંપરાથી આ પદ્ધતિ જ આજ સુધી લગભગ ચાલી આવી છેને હજુ ચાલુ છે. આનાથી ભણનારને, ભણાવનાર ગુરુ કે ગુરુભાઈ પ્રત્યે વિશેષ પ્રીતિ ઊભી થવી, વંદન-આદર બહુમાનપડિલેહણાદિ વૈયાવચ્ચ વગેરેના કારણે ક્ષયોપશમ વધારે ખીલવો, પ્રાપ્ત થયેલું જ્ઞાન પરિણતિરૂપ બનવાની વધતી શક્યતા, પંડિતની વ્યવસ્થા હોય ત્યાં વર્ષો સુધી સતત રહેવાની જરૂર નહીં કે એ માટે ગુરુ થી અલગ પડવાની જરૂર નહીં, વગેરે અનેક લાભ થાય છે. તો ભણાવનારને પણ પદાર્થો ઉપસ્થિત રહેવા, નવી-નવી ફુરણાઓ થવી, સતત શાસ્ત્રવ્યાસંગ રહેવો, એના કારણે અન્તર્મુખતા જળવાઈ રહેવી કે જે સંયમમાં સાચા આનંદનો આસ્વાદ કરાવનાર છે, આશ્રિતો પરનું વાત્સલ્ય, શાસનભક્તિ વગેરે અનેક અનેક લાભ થાય છે.
આ થોડા લાભો જણાવ્યા છે. આ સિવાય પણ અનેક લાભો છે.
દરેક શ્રમણ-શ્રમણીવૃન્દમાં આવી અધ્યયન-અધ્યાપન પદ્ધતિ જીવંત બને-વેગીલી બને-એવી પરમકૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org