SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ લખવા માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી કે. કે. વિશ્વનાથનના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. “અપંગનાં ઓજસ'ને ગુજરાતીમાં જેટલો આવકાર મળ્યો એટલો જ આવકાર હિંદીમાં પણ મળ્યો છે. હિંદીમાં આ પુસ્તકનો મેં “અપાહિજ તન અડિગ મન' નામે અનુવાદ કર્યો. એ પછી પ્રથમ આવૃત્તિ ૨૦૦૨માં પ્રગટ કરવામાં આવી. એની દ્વિતીય આવૃત્તિ ૨૦૦૫માં અને તૃતીય આવૃત્તિ ૨૦૦૬માં પ્રકાશિત થઈ છે. એ પછી ૨૦૦૯ના ઑગસ્ટમાં આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ “ધ બ્રેવ હાર્ટ્સ’ને નામે પ્રગટ કર્યો અને એને પણ ઘણો બહોળો આવકાર મળ્યો. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં એક જ પુસ્તક એના લેખક દ્વારા લખાય તે કદાચ વિરલ ઘટના હશે. અપંગનાં ઓજસ'ની આ સાતમી સંવર્ધિત આવૃત્તિ અનેક સુધારા-વધારા સાથે નવાં રૂપ, રંગમાં પ્રકાશિત થાય છે. વાચકોને તે જરૂર ગમશે. અમદાવાદ ૨૧ માર્ચ, ૨૦૧૧ - કુમારપાળ દેસાઈ VIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy