________________
લેખક્ની વાત
જીવન વિજેતાને ઘડતું નથી, પણ વિજેતા જીવનને ઘડે છે. માનવી એના દૃઢ મનોબળથી ઘણી અશક્તિ કે મર્યાદાઓને ઓળંગી શકે છે. સામાન્ય રીતે અપંગ કે અશક્ત માણસોને લાચાર કે નિરાધાર બનીને જીવન ગુજારવું પડે છે. પોતે પરાવલંબી હોય એમ પરાધીન જીવન ગાળતા હોય છે ! કમનસીબી એ છે કે આવા અંધ, બધિર, અપંગ કે અશક્ત માનવીમાં પડેલી વિરાટ શક્તિ સમાજની ઉપેક્ષા, અપમાન અને અવગણનાને કારણે સુષુપ્ત જ પડી રહે છે.
સમાજ આવા અપંગ લોકો તરફ અને તેમનામાં પડેલી અખૂટ શક્તિ તરફ જાગ્રત બને અને આવી અપંગ વ્યક્તિઓ નિરાધાર, લાચાર કે નિઃસહાય જીવન ગુજારવાને બદલે પોતાની હિંમત અને ખમી૨થી ગૌરવભર્યું જીવન જીવી શકે, તે ઉદ્દેશને નજરમાં રાખીને ૧૯૭૩માં આ પુસ્તકની રચના કરી. એ સમયે ગુજરાતી ભાષામાં આ વિષયને લગતું કોઈ પુસ્તક નહોતું અને વિકલાંગોના કલ્યાણ અંગે જાગૃતિ પણ નહોતી.
સામાન્ય રીતે રમતગમતના ક્ષેત્ર અંગે મનાય છે કે આમાં તો અત્યંત બળવાન કે જોરાવર વ્યક્તિ જ સિદ્ધિ મેળવી શકે. અંધ વ્યક્તિ મહેનતથી શિક્ષક કે સંગીતકાર બની શકે, પણ પર્વતારોહક અથવા મુક્કાબાજ બને, તે માનવું અઘરું છે. આથી આ પુસ્તકમાં ખેલકૂદના ક્ષેત્રમાં પોતાની શારીરિક ખામી ઓળંગીને અનોખી સિદ્ધિ મેળવનારા ખેલાડીઓની સંઘર્ષભરી મથામણકથા જ પસંદ કરી છે. જ્યાં શારીરિક તાકાત મહત્ત્વની છે એવા ક્ષેત્રમાં જો વિકલાંગ વ્યક્તિ આવી સિદ્ધિ મેળવે, તો અન્ય ક્ષેત્રમાં તો જરૂ૨ આસાનીથી સફળ થાય.
આજે વિશ્વની વસ્તીના દસ ટકાથી પણ વધુ લોકો
Jain Education International
V
For Private & Personal Use Only
www.jainelibrary.org