SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ બને, પરંતુ બ્રિનોટ જુદી માટીનો માનવી હતો. એણે કહ્યું, “મારાં અંગો ક્ષતિગ્રસ્ત થયાં છે તે હું સ્વીકારું છું, પણ હું મક્કમ રીતે માનું છું કે હું અગાઉ કે આજે ક્યારેય અશક્ત નથી.” લશ્કરી સેવામાંથી મુક્ત થયા બાદ જિમ પાછો આવ્યો. અશ્વોનું આકર્ષણ તો કોણ રોકી શકે છે ? મધ્ય કૅલિફોર્નિયામાં ચારસો એકરની રેન્ચ (ઘોડા ઉછેરવાનું ક્ષેત્રો લઈને જાતવાન અશ્વો ઉછેરવા લાગ્યો. એ સમયે એ ઘોડેસવારી કરી શકે એટલો સશક્ત નહોતો, પરંતુ ઘોડાઉછેર કરવામાં તો કોણ એને રોકી શકે ? એણે મોર્ગન નામના જાણીતા અને જાતવાન અશ્વો ઉછેરવાનું શરૂ કર્યું. એ કેવી રીતે વધારે તાકાતવાળા, ટકાઉ શક્તિવાળા અને ઝડપવાળા બને તે રીતે એનો ઉછેર કરવા માંડ્યો. મોટી રેન્ચ લીધી. ઘોડા ખરીદ્યા, પણ હવે સવાલ એવો આવ્યો કે ઘોડો કેટલો કેળવાયેલો છે એની કસોટી તો ઘોડેસવારી કરીએ ત્યારે જ થઈ શકે. ઘોડેસવારી કરવી કઈ રીતે ? જિમ બ્રિનોટ સામે અહીં એક પ્રશ્ન નહીં, પણ અનેક પ્રશ્નાર્થો હતા, પણ સાથે પ્રશ્નાર્થોના પડકારનો સામનો કરવાનું એનામાં સામર્થ્ય પણ હતું. જિમ બ્રિનોટે પહેલું કામ ઘોડા પર મુકાતું ખાસ પ્રકારનું જિન | બનાવવાનું કર્યું. જેને કારણે એ ઘોડા પર પોતાના કપાયેલા પગો સાથે | મજબૂત રીતે બેસી શકે. પરંતુ જ્યાં બંને પગ ન હોય, ત્યાં ઘોડા પર કૂદકો લગાવીને આરોહણ કરવું કઈ રીતે ? આને માટે એણે “યુ” આકારનો રૅમ્પ બનાવ્યો અને એ વ્હીલચૅરમાં બેસીને રૅમ્પ ઉપર ઊંચે જતો અને પછી એ ઊંચાઈએ વ્હીલચૅર છોડીને ઘોડા પર બેસી જતો. આ બે બાબતોનો ઉકેલ મળ્યો પછી બાકીનું બધું તો જિમ બ્રિનોટ માટે સામાન્ય અને સરળ હતું. ઘોડા પર સવાર થઈ શકે એટલું જરૂરી હતું. સવાર થયા પછી તો એ સઘળું સંભાળી શકે તેમ હતો. એણે ઘોડેસવારી શરૂ કરી અને ધીરે ધીરે અત્યંત અશ્વકૌશલ્ય દાખવતી સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડ્યો. ઘોડેસવારના આદેશનું ઘોડાએ નખશિખ પાલન કરવું પડે એવી આ અશ્વારોહણની સ્પર્ધાઓ હતી. ઘોડાની મધ્યમ ચાલ, એની રવાલ ચાલ કે એની સહેલાઈથી નમી જાય તેવી ચાલ પર કાબૂ મેળવવાનો હતો. આમાં અશ્વ અને અશ્વારોહક ૧૬૩ અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy