SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ લેખકે કરાવ્યાં છે તે જોતાં લેખકે સમાજની ભારે મોટી સેવા કરી છે. સાહિત્યનું ક્ષેત્ર પણ પરિવર્તન માગે છે. આજે સમાજનો યુવાનવર્ગ અને આખો સમાજ જે વાંચન વાંચી રહ્યો છે તે જીવનને પાંગળું, લૂલું અને વિલાસી બનાવે તેવું છે. જીવનની નિમ્નતા પરત્વે તેનું ઢોળાણ જ્યારે નીચું અને નીચું વહેતું થયેલું છે, ત્યારે આવાં અણકલપ્યાં અને ન માની શકાય એવાં પરાક્રમોની સાહસગાથા ભાઈ શ્રી કુમારપાળભાઈએ સમાજને અપ છે, એ એમની દેણગી સમાજના જીવનને ગુણાનુરાગી થવામાં પ્રેરણા તો જરૂર પાશે જ. આ ચોપડી વાંચતાં વાંચતાં દિલમાં એમ પણ થાય છે કે આવા વિરલ દાખલો મેળવવા, જાણવા માટે તેમણે તે પ્રકારનું સાહિત્ય ક્યાં ક્યાંથી મેળવીને વાંચ્યું હશે ? આવાં પરાક્રમ, સાહસ અને મર્દાનગીનાં માનવાતીત કર્મો તરફની એમના હૃદયની અભિરુચિથી હું ખૂબ આકર્ષાયો છું. આ અભિરુચિનાં દર્શન આ ચોપડીમાં થયાં છે ને તેથી ધન્ય થયો છું. મને આવી જે તક મળી તે માટે શ્રી કુમારપાળભાઈનો હૃદયથી આભાર માનું છું. સમાજ આવા પ્રકારના સાહિત્ય પરત્વે વધારે અભિમુખ થતો જાય, તો સમાજનાં દૃષ્ટિ, વૃત્તિ ને વલણ ગુણાનુરાગી થાય અને સમાજના વિકાસની ગતિમાં સાચું રચનાત્મક પગલું ભરાયું ગણાય. સમાજનો વિકાસ માત્ર લક્ષ્મીથી કદી પણ થવાનો નથી. સમાજ નો સાચો વિકાસ તો સમાજના જીવનમાં ઉત્તમ પ્રકારના ગુણોનો જીવંત વિકાસ થાય, ને તેવા ગુણો ક્રિયાશીલ અને સર્જનશીલ થાય તો જ તેવો સમાજ ખમીરવંતો અને ભાવનાત્મક ખુમારીવાળો થાય. એવા સમાજના દર્શનના અનુભવની ઝંખના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy