________________
થાય ત્યારે મહાશલાકામાં એક દાણો નાખવો. પછી શલાકા ઉપાડી ખાલી કરતાં એક દાણો પ્રતિશલાકામા નાખવો. પછી અનવસ્થિત ઉપાડી ખાલી કરતા એક દાણો શલાકામાં નાખવો. પછી અનવસ્થિતથી શલાકા ભરવો. આમ ક્રમસર મહાશલાકા ભરવો. મહાશલાકા આખો ભરાયો ત્યારે છેલ્લે દાણે જે પ્રતિશલાકા ખાલી થયો તેને શલાકાદ્વારા ભરવો; અને ખાલી થયેલ શલાકા અનવસ્થિતથી ભરવો. છેલ્લે અનવસ્થિત પણ ભરવો. ચારે પ્યાલામાં રહેલા દાણા અને દ્વીપસમુદ્રોમાં નખાયેલા દાણા ભેગા કરીએ ને જે સંખ્યા થાય તે “(૧) જઘન્ય પરિત્તઅસંખ્યાત'' કહેવાય છે. આમાં એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ સંખ્યાત થાય છે.
દરેક પ્યાલા ખાલી થતાં જોડેના પ્યાલામાં જે એક દાણો નખાય છે તે દાણો પ્યાલાનો જ નહિ, પણ નવો લેવો. એમ કેટલાકનું માનવું છે. કેટલાક તે પ્યાલાનો છેલ્લો દાણો જોડેના સાક્ષીભૂત પ્યાલામાં નાખવો એમ માને છે.
સૂત્રાનુસાર અને કર્મગ્રંથાનુસાર એમ બે મત આગળના અસંખ્યાતઆદિમાટે છે.
સૂત્રાનુસારે
:
જઘન્યપરિત્તઅસંખ્યાતનો રાશિ અભ્યાસ કરતાં (૨) જઘન્યયુકતઅંસખ્યાત આવે. અને જઘન્યયુક્તઅસંખ્યાતનો રાશિઅભ્યાસ કરતાં (૩) જઘન્ય અસંખ્યાત અસંખ્યાત આવે. અને જઘન્યઅસંખ્યાતઅસંખ્યાતનો રાશિઅભ્યાસ કરતાં (૧) જઘન્ય પરિત્ત અનંત આવે. અને જઘન્યપરિત્તઅનંતનો રાશિઅભ્યાસ કરતાં (૨) જઘન્ય યુક્ત અનંત આવે અને જઘન્ય યુક્ત અનંતનો રાશિઅભ્યાસ કરતાં (૩) જઘન્ય અનંતાનંત આવે. અને જઘન્ય અનંતાનંતથી અધિક સંખ્યા એ મધ્યમ અનંતાનંત આવે, અહીં ઉત્કૃષ્ટ અનંતાનંત સંખ્યા જ નથી.
* રાશિઅભ્યાસ તે રાશિમાં જે સંખ્યા હોય તે સંખ્યાને તેટલી વાર સ્થાપીને
પરસ્પર ગુણવી તે દા.ત. ૫ છે. તો ૫ ૫ ૫ ૫ ૫ આમ પાંચ વાર સ્થાપી પરસ્પર ગુણવા=૭૧૨૫.
કર્મગ્રન્થાનુસારે ઃ
:
જધન્યપરિત્તઅસંખ્યાતનો રાશિઅભ્યાસ કરતાં જઘન્યયુક્તઅસંખ્યાત આવે. અને જઘન્યયુક્તઅસંખ્યાતનો વર્ગ કરતાં જઘન્યઅસંખ્યાતઅસંખ્યાત આવે. અને જઘન્યઅસંખ્યાતઅસંખ્યાતનો ૩ વાર વર્ગ કરી અસંખ્ય ૧૦ વસ્તુ ઉમેરવી. તેનો ફરી ૩ વાર વર્ગ કરવાથી જઘન્યપરિત્તઅનંત આવે.
૧૦ વસ્તુ ઉમેરવાની નીચે મુજબ છે ઃ–
Jain Education International
૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org