________________
કાળના સમસ્ત ભાવોને પ્રત્યક્ષ જુએ છે. હજી અહીં “ઉપદેશ, વિહાર, આહારપાણી વગેરે પ્રવૃત્તિ ચાલુ છે. એ વચન-કાયાના યોગ છે, તેથી એ સયોગી કેવળી કહેવાય છે. ૧૧-૧૨-૧૩ મે ગુણસ્થાનકે માત્ર યોગ નામનો આશ્રવ બાકી છે. તેથી માત્ર શાતા વેદનીય કર્મ બાંધે છે. પછી મોક્ષે જવાની તૈયારી હોય ત્યારે શુકલધ્યાનના ત્રીજા-ચોથા પ્રકાર વડે સમસ્ત બાદર અને સૂક્ષ્મ મન-વચન-કાયાના યોગોને અંતે અટકાવે છે.
(૧૪) અયોગી કેવળી ગુણસ્થાનક :- ૧૩માને અંતે સર્વ યોગોને સર્વથા અટકાવી દે છે ત્યારે આત્મપ્રદેશ જે પૂર્વે યોગથી કંપનશીલ હતા, તે હવે સ્થિર શૈલેશ-મેરુ જેવા બની જાય છે. એને શૈલેશીકરણ કહે છે. અહીં ૧૪ મે અ-ઈ-ઉ8-ત્રુ પાંચ હ્રસ્વ સ્વરના ઉચ્ચારણ જેટલો કાળ રહે છે. એમાં સમસ્ત અઘાતી કર્મનો નાશ કરી અંતે સર્વકર્મરહિત, શુદ્ધ, અનંત જ્ઞાન-દર્શન સુખમય બની આત્મા મોક્ષ પામે છે. અને એક જ સમયમાં ૧૪ રાજલોકના મથાળે સિદ્ધશિલાની ઉપર જઈ શાશ્વત કાળમાટે સ્થિર થાય છે.
A ૧ થી ૧૨ ગુણઠાણા મોહનીયકર્મના ઉદય, ક્ષયોપશમ, ઉપશમ ને ક્ષયને આશ્રીને છે. વળી એમાં પહેલાં ચાર ગુણઠાણા દર્શનમોહનીયના ઉદય-ક્ષયોપશમ-ઉપશમક્ષયની અપેક્ષાએ છે. ૫ થી ૭ ગુણઠાણા, ચરિત્રમોહનીયના ક્ષયોપશમને આશ્રીને છે. ૮,૯ને ૧૦ માં ગુણઠાણા. ચારિત્રમોહનીયના ઉપશમ અને ક્ષયને આશ્રીને છે. ૧૧મું ગુણઠાણું મોહનીયના માત્ર ઉપશમની અપેક્ષાએ છે, જયારે ૧રમું ગુણઠાણું મોહનીયના માત્ર ક્ષયને આશ્રીને છે. ૧૩ મું ગુણઠાણું યોગસહિત કેવલ અઘતિકર્મના ઉદયવાળું છે. ૧૪મું ગુણઠાણું યોગરહિત માત્ર અઘાતિકર્મના ઉદયવાળું છે.
A ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિનો પ્રારંભ ૮માં ગુણઠાણાથી થાય છે. પરંતુ કર્મોની ઉપશમના ક્ષપણા હમેથી કરવા માંડે. ઉપશમણિ એક ભવમાં બે વાર માંડી શકાય છે અને સમસ્ત સંસારકાળમાં ચાર વાર માંડી શકાય છે.
- સિદ્ધાંતમતે એક ભવમાં પક-ઉપશમ એ બેમાંથી એક જ શ્રેણિ માંડી શકે છે. જયારે કાર્મગ્રચૂિકમતે એકભવમાં જે જીવે પહેલાં ઉપશàણિ માંડી હોય, તે જીવ ક્ષપકશ્રેણિ માંડી શકે છે, માંડે જ એવો નિયમ નહિ.
૨૯) For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org