________________
રહીને ગુણ પ્રગટ થવા દેતી નથી. દા. ત. જ્ઞાનાવરણકર્મ જ્ઞાનને, દર્શનાવરણ દર્શનને, મોહનીયકર્મ ચારિત્રને, વીર્માંતરાયકર્મ વીર્યને ઢાંકે છે. પરંતુ જો આત્મા પુરુષાર્થ કરે તો એ કર્મોના યોપામાદિ ચાય અને તેટલા અંશમાં ગુણ પ્રગટ થાય. તોપશમ એટલે ઉદયપ્રાપ્ત કર્મનો ક્ષય અને સત્તાગત કર્મનો ઉપશમ અર્થાત્ વિપાકોદય વગેરેને અયોગ્ય બનાવી દેવા તે. આ વસ્તુ નિમિત્તના આલંબને કરાતા પુરુષાર્થથી ચાય છે. ક્ષોપણમનું સ્પષ્ટીકરણ આગળ આવશે.
ક્ષયોપશમમાટે દ્રવ્યાદિ નિમિત્ત
આ ક્ષોષશપર પણ દ્રવ્ય-ક્ષેત્રવગેરે ભાગ ભજવે છે. (૧) ચશ્મા પહેરવાથી લાંબે દેખાય છે, બ્રાહ્મી આદિના સેવનથી સ્મૃતિ, બુદ્ધિ તેજસ્વી બને છે. એ મતિજ્ઞાનાવરણનો તેટલા અંશે સોયામ છે. શાસ્ત્ર ભણતાં કે ઉપદેશ સાંભળતાં શ્રુત-જ્ઞાનાવરણનો સોપશમ ચાય છે. (૨) તીર્થક્ષેત્રે વીતરાગની મૂર્તિ નિહાળતાં ભિકતરંગ ભરાય છે. એ મોહનીયનો સોપશમ છે. (૩) ૫ાસણના કાળમાં ધર્મોત્સાહ જાગે છે એ વીર્યંતરાયનો ક્ષોશમ છે. (૪) વૈરાગ્યની ભાવના કરતાં કરતાં મોહનીયનો જબરદસ્ત ક્ષોપશમ, ક્ષય થાય છે. જેમ ભરત ચક્રવર્તીને. (૫) મનુષ્યભવમાં જ સર્વવિરતિચારિત્રયોગ્ય કપાયનો ક્ષયોપશમ થાય છે, એ ભવના નિમિત્તે સોપશમ. અલબત્ત તેમાં દ્રવ્યાદિ નિમિત્ત ઉપયોગી બને છે.
ઉદયની જેમ સોપશમમાં ય એવું બને છે કે જો નિમિત્ત ખસી જાય, યા વિપરીત નિમિત્ત આવી જાય, તો એ અટકી જાય છે. દા. ત. ગુરુયોગ સાધર્મિકયોગ ભૂલતાં નંદણિયારે શ્રાવકધર્મયોગ્ય ક્ષયોપશમ ગુમાવ્યો. વ્યાખ્યાન સાંભળીને પછી ધૂમકમાણીના વેપારમાં રસ લેતાં વૈરાગ્યરંગ ઝાંખો પડે છે.
અહીં આપણે હવે વિચારીયે કે આત્માપર કઈ સ્થિતિમાં કેવા કર્મ બંધાય છે ? આ સ્થિતિ' એટલે આત્મા કયા ગુણસ્થાનકે વર્તે છે તે. ગુણસ્થાનકનો હિસાબ મિથ્યાત્વથી માંડી ઠેઠ શુદ્ધ બુદ્ધ સ્થિર અવસ્થાસુધીની અવસ્થાપર ગણાય છે. એમાં અસંખ્ય ગુણસ્થાનકો થાય, પરંતુ એ મુખ્ય ૧૪ ગુણસ્થાનકોના પેટપ્રકાર તરીકે રહેવાના. આ ૧૪ ગુણસ્થાનકની સમજ આગળ અપાશે.
પ્રતિસમય કર્મબંધ
પરંતુ એટલું ખરૂં કે તે તે ગુણસ્થાનકે રહેલા જીવને ત્યાંની યોગ્યતા મુજબના કર્મ અવશ્ય સમયે સમયે બંધાય છે. માત્ર એમાં જે સામસામી પ્રકૃતિઓ છે દા. ત. શાતાઅશાતા, યશ-અપયશ, ઊંચગોત્ર-નીચગોત્ર, વગેરે, એમાંથી જ આત્મા શુભભાવમાં વર્તતો હોય તો શાતા, યશ, ઊંચગોત્રાદિ શુભકર્મ બંધાય, અને અશુભભાવમાં વર્તતો હોય, તો
Jain Education International
મ
For Private & Personal Use Only
www.jainelibrary.org