________________
VERSACHEN
-CACACACA
ઉત્તર-૪. અનાભોગથી થયેલ સારું કાર્ય જાળવી રાખવું તે ઉત્તમતા છે. પરિણામની વિશુદ્ધિરૂપ છે. પરંતુ તે જાળવી રાખવાની જોગવાઇ ન હોય તો અનાભોગના સ્થાને ગણવામાં હરકત જણાતી નથી. આમાં લેનારની વ્યંજનછલના છે તે રીતે આપનારની પણ વ્યંજનછલના સમજી લેવી.
(૧) ઉચ્ચાર વિધિ : સવારના પચ્ચક્ખાણમાં નવકારશીથી સાઢપોરિસીમાં ઉગ્ગએ સૂરે અને પુરિમઢ અવઝુ અને ઉપવાસમાં સૂરે ઉગ્ગએ બોલવાનું હોય છે.
વિગઇ, સ્થાન અને પાણસના પચ્ચક્ખાણમાં આ પદ ન લાગવા છતાં કોઇપણ વિશેષ પચ્ચક્ખાણ (અદ્ધા વગેરે)ના પદ શરૂ થાય તે પહેલાં આ પદ મૂકેલા હોવાથી દરેક પચ્ચક્ખાણમાં ગણવાના છે પણ બોલવાના નથી. દિવસચિરમમાં એક જ અદ્ધા પચ્ચક્ખાણ હોવાથી બીજામાં ગણવાનો પ્રશ્ન રહેતો નથી.
આ રીતે અનેક પચ્ચક્ખાણ સ્થાનમાં દરેક પચ્ચક્ખાણના પદો પૂર્ણ થયે છતે ન બોલતાં અંતે જ એક વાર વોસિરઇ કે વોસિરામિ બોલવું. દરેક પચ્ચક્ખાણમાં પચ્ચક્ખાòમ પદ તે તે પચ્ચક્ખાણના કાળ, વિગઇ, આસન, પાન, દેશાવગાસિક નામ પછી આવે છે માટે દરેક વખત બોલવું.
વળી ઉગ્ગએ સૂરે પાઠ આવે છે તે પચ્ચક્ખાણોને સૂર્યોદય પહેલાં ધારવાથી-કરવાથી જ શુદ્ધ ગણાય, અને જેમાં સૂરે ઉગ્ગએ પાઠ આવે છે તે પચ્ચક્ખાણો સૂર્યોદય થયા બાદ પણ ધારી-કરી શકાય છે. જો કે બંને પ્રકારના પાઠનો અર્થ તો ‘‘સૂર્યોદયથી આરંભીને” એ પ્રમાણે એકસરખો જ છે તો પણ ક્રિયાવિધિનો તફાવત હોવાથી એ બંને પાઠનો ભેદ સાર્થક છે.
(૨) અનુચ્ચાર વિધિ : પચ્ચક્ખાણ આપનાર ગુરુ જ્યાં જ્યાં
Jain Education International
૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org