SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ મગજ અને જ્ઞાનતંતુના રોગો છે. એનો ખર્ચ કેટલી કોઇલ્સ વપરાય છે તેના પર આધાર રાખે છે. લગભગ ૩થી ૪ લાખ રૂપિયા થઈ શકે. આ બધા દ્વારા Rebleeding સંપૂર્ણ રીતે અટકાવી શકાય અને મૃત્યુનો દર ઘણો ઘટાડી શકાય. ઉપર નિર્દેશિત અન્ય પ્રકારની સર્જરીનો ખર્ચ આશરે રૂ. ૧થી ૧.૫ લાખ આવે અને તેનું સર્જિકલ જોખમ ૧થી ૫ ટકા જ હોય છે. તમામ ઉચ્ચ પ્રકારના કેન્દ્રોના નિષ્ણાત ન્યુરોસર્જન પાસે આવી સર્જરી શક્ય છે. - એ-વી માલફોર્મેશન માટે બ્લોક રિસેક્શન અથવા લાઈગેશન ટેનિક વાપરવામાં આવે છે અથવા પ્રોટોનબીમથી તેને બાળવામાં આવે છે. હમણાંથી ગામ નાઈફનો ઉપયોગ વધુ પ્રચલિત છે, જેમાં કોબાલ્ટના સ્રોતથી ગામા નાઈફ દ્વારા કેન્દ્રિત કરેલાં ગામા કિરણોથી ચોકસાઈથી આ માલફોર્મેશનને બાળી શકાય છે. જો સર્જરી શક્ય ન હોય તો પ્લેટિનમ કૉઇલ દ્વારા એમ્બોલાઈઝેશન કરવામાં આવે છે. મગજનાં બહારના ભાગમાં થયેલા નાના કે મધ્યમ કદના એવી માલફોર્મેશન માટે ઓપરેશન જ શ્રેષ્ઠ છે. મગજમાં અગત્યની જગાએ અથવા મગજના એરિક (અંદરના ભાગમાં થતાં ૩ મિ.મી. અને એનાથી નાના કદના એ.વી.એમ. માટે સ્ટિરિઓટેક્ટિક રેડિયો સર્જરી (એસ.આર.એસ.- ગામા નાઇફ) શ્રેષ્ઠ છે, જ્યારે એમ્બોલાઈઝેશન દ્વારા ૧૫થી ૨૦ ટકા લોકોને રોગમુક્ત કરી શકાય છે. ક્યારેક ક્યારેક એમ્બોલાઈઝેશનનો ઉપયોગ મોટી સર્જરી માટે રાહ જોઈ રહેલા દર્દી પર કરી શકાય છે. આ ટેકનિક એન્યુરિઝમ અને એ-વી. માલફોર્મેશન એમ બંનેમાં વાપરી શકાય છે. © કોર્ટિકલ વીનસ થ્રોમ્બોસિસઃ મગજની શિરાઓમાં ક્યારેક-ક્યારેક રક્તપ્રવાહ બંધ | શિથિલ થઈ જાય છે. ક્યારેક મુખ્ય શિરાનો ભંડાર (Venous sinus) રૂંધાઈ જાય છે ત્યારે મગજના રક્તનો પ્રવાહ અવ્યવસ્થિત થઈ જાય છે. હેમરેજ અને શોમ્બોસિસ બંને પ્રકારની વિક્રિયા થાય છે. સખત માથું દુઃખવું, (ઊલટી થવી, ખેંચ આવવી, બેહોશ થઈ જવું, લકવાનો હુમલો થવો અને ગંભીર કિસ્સાઓમાં મૃત્યુ થવા સુધીની આ રોગની લાક્ષણિકતાઓ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy