SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૨) સબઍરેકનૉઈડ હેમરેજ : આ હેમરેજ ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજ કરતાં સાવ જુદું પડે છે. આમાંના મોટા ભાગના દરદીઓને હાઈ બ્લડપ્રેશર હોતું નથી. ઘણાખરા યુવાન હોય છે અને તેમાંના મોટા ભાગનાને લોહીની નળીની જન્મજાત વિકૃતિ અથવા કમજોરીને લીધે ફુગ્ગો થયો હોય છે (સેક્યુલર એન્યુરિઝમ) અથવા લોહીની નળીઓનું ગૂંચળું હોય છે (જને એ-વી. માલફૉર્મેશન કહે છે) જે અમુક ઉંમરે અચાનક શ્રમથી કે આપોઆપ જ ફાટી જઈ તેમાંથી લોહી મગજનાં આવરણોની વચ્ચે સબઍરેકનૉઈડ સ્પેસમાં પ્રસરતું હોય છે. તેને સબઍરેકનોઈડ હેમરેજ કહે છે. મહત્ત્વની વાત એ છે કે એક અંદાજ મુજબ દર ૧૦૦ વ્યક્તિમાં આશરે એક જણને મગજની નળીઓમાં આવો કબ્બો હોઈ શકે અને જન્મથી જ હોવા છતાં તે ક્યારે ફાટે તે નક્કી હોતું ન અને છતાં જિંદગીભર ન પણ ફાટે તેવું ઘણા બધા કેસોમાં બને છે અથવા એકવાર તે ફાટે એટલે ૧૦૦માંથી આશરે ૪પથી ૬૦ દરદી એક મહિનામાં જ મૃત્યુને શરણ થઈ જાય છે. આવો ભયાનક આ રોગ છે અને તેને સમજવો જેટલો જરૂરી છે તેનાથી વિશેષ અગત્ય છે તેના નિદાન તથા સારવારની. આશ્ચર્યની વાત એ છે કે ઘણાને કોઈ પૂર્વચિડ્ડનો જ હોતાં નથી અને અચાનક જ હેમરેજ થઈ જાય છે પરંતુ માથાની એક જ બાજુનો (જેમ કે માત્ર જમણી બાજુ, કાનની ઉપર, આંખની પાછળ) આધાશીશી જેવો દુઃખાવો, જે બીજી બાજુ ન જાય અને અવારનવાર આવીને જતો રહે તો નિષ્ણાત ડૉક્ટરોના એક જૂથના મત પ્રમાણે કમસેકમ મગજની એમ. આર. એન્જિઓગ્રાફી (MRA-Brain) નામનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ મગજના આ ટેસ્ટ દ્વારા મગજ અને ખાસ કરીને લોહીની નળીઓમાં કોઈ પણ જાતની આક્રમક (ઇન્વેઝિવ) પ્રક્રિયા વગર આશરે ૯૫-૯૮% ખાતરીથી આવા ફુગ્ગા જેને એન્યુરિઝમ કહે છે તે છે કે નહીં તે કહી શકાય છે. આ ટેસ્ટનો ખર્ચ આશરે ૪થી ૬ હજાર રૂપિયા આવે અને આવા બધા કેસોમાં આ ટેસ્ટ કરવો કે કેમ તે અંગે હજી એકમત નથી. પરંતુ મારા મત અને અનુભવ પ્રમાણે સતત, માત્ર એક જ બાજુ રહેતા આધાશીશીના દુખાવામાં આ ટેસ્ટ કરવો હિતાવહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy