________________
*
મગજમાં રક્તસ્ત્રાવ - બ્રેઈન હેમરેજ • નિદાન અને તાત્કાલિક સારવાર :
સી.ટી. સ્કેન અથવા એમ. આર. આઈ. દ્વારા ત્વરિત નિદાન કરવું અત્યંત જરૂરી છે. સાથે સાથે હેમરેજ ક્યાં છે, કેટલું લોહી જમા થયું છે, મગજમાં સોજો છે કે કેમ તથા તેનું કારણ શું હોઈ શકે તેની તથા બીજી માહિતી પણ ઘણી વાર આ ટેસ્ટ દ્વારા મળી જતી હોય છે. જો દર્દીનો શ્વાસ વ્યવસ્થિત (નોર્મલ) હોય અને બ્લડપ્રેશર અતિશય વધુ ન હોય તો, ખરી રીતે તો દર્દીને હૉસ્પિટલમાં ખસેડતાં પહેલાં, જો શહેરમાં સી.ટી. સ્કેનની સુવિધા ઉપલબ્ધ હોય તો મગજનો સી.ટી. સ્કેન કરાવીને જ હૉસ્પિટલમાં લઈ જવું વધુ હિતાવહ છે, કેમ કે કેટલીક વાર હેમરેજની શંકા હોય પણ સી.ટી. સ્કેનમાં થ્રોમ્બોસિસને લગતાં ચિહૂનો આવે અથવા ગાંઠ, સબડ્યુરલ હેમરેજ કે મગજનો ચેપ એવું કોઈ નિદાન આવે તો આખી સારવારમાં મૂળભૂત ફરક પડી જાય છે. પરંતુ, દર્દીની હાલત ગંભીર હોય તો તાત્કાલિક સારવાર હૉસ્પિટલમાં અપાવ્યા પછી સી.ટી. સ્કેન માટે લઈ જવું જોઈએ. શ્રેષ્ઠ તો એ છે કે સીટીસ્કેન હોય તેવી હોસ્પિટલમાં જ દાખલ કરવું.
કોઈ પણ પ્રકારના ગંભીર ન્યુરૉલૉજિકલ કેસમાં ઘણી વાર નિષ્ણાત ડૉક્ટરને ઘરે બોલાવવાનો આગ્રહ સેવી સમય વેડફવો તે કરતાં ફેમિલી ડૉક્ટરની મદદથી ઍબ્યુલન્સ દ્વારા દર્દીને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવું, અથવા શક્ય હોય તો પહેલાં સી.ટી. સ્કેનમાં લઈ જવું એ બાબત પ્રત્યે પૂરતી જાગૃતિ કેળવવી ખૂબ જરૂરી લાગે છે. નિષ્ણાત ડૉક્ટર તાત્કાલિક ઘેર આવી શકે તો સારી વાત છે પણ સામાન્ય રીતે તેમને આપવામાં ૨-૪ કલાકનો અતિ મૂલ્યવાન સમય વેડફાઈ જતો હોય છે અને તેનાથી સારવારમાં થયેલા વિલંબથી દર્દીને કદી ભરપાઈ ન થઈ શકે તેવું મગજનું નુકસાન થતું હોય છે. જો ફેમિલી ડૉક્ટર પણ ક્વચિત્ જલદી ન આવી શકે તેમ રોકાયેલા હોય તો શ્રેષ્ઠ રસ્તો એ છે કે દર્દીને તાત્કાલિક નજીકની સારી હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં લઈ જવું અને ત્યાં સુધીમાં યોગ્ય ડૉક્ટરને સીધા બોલાવી લેવાની ગોઠવણ કરી દેવી.
આ વાત અતિ વિસ્તારથી લખવાની પાછળ એક ચોક્કસ હેતુ એ છે કે મોટે ભાગે આનાથી વિરુદ્ધ જ થતું જોવામાં આવે છે. ઇમર્જન્સી મેડિસિન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org