SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ લકવો (પેરેલિસિસ) - stroke પ૯ જેમને અગાઉ હદયરોગ કે લકવો એક વાર થઈ ચૂક્યો હોય તેવા દર્દીઓને લોહી પાતળું રાખવાની દવાઓ જેમ કે એસ્પિરિન, ક્લોપીડોજૂલ, ડાઇપાઇરીડેમોલ, ટીક્લોપીડીન વગેરે ડૉક્ટરી સૂચના અને દેખરેખ હેઠળ લેવાની રહે છે. તેનાથી લકવો કે હૃદયરોગનો ઍટેક આવવાની શક્યતા આશરે ૧૩થી ૪૫% જેટલી ઘટી જાય છે. આને સેકન્ડરી પ્રિવેન્શન કહેવાય. પરંતુ અગાઉ હૃદયરોગ કે લકવો ન થયો હોય, છતાં પણ ઉપર જણાવેલ અન્ય જોખમી પરિબળો હોય તેમને એસ્પિરિન વગેરે દવાઓ આપવી કે નહિ તે વિશે હજી એકમત નથી, છતાં જેને વધારે જોખમ હોય તેને આપી શકાય. જે દર્દીઓમાં હોમોસિસ્ટીન દ્રવ્ય લોહીમાં વધુ હોય તેમને મિથાઈલ કોબાલામીન (વિટામીન B12) તથા અન્ય પોષક ઘટકો આપવાથી લોહીની નળીઓ ગંઠાતી અટકે છે. લોહીમાં ચરબીનું પ્રમાણ (ખાસ કરીને કોલેસ્ટરોલ કે એલ.ડી.એલ. પ્રકારની ચરબી) વધુ હોય અનેઅથવા એચ.ડી.એલ. પ્રકારનું કોલેસ્ટરોલ ઓછું હોય, તેવા દર્દીઓને સીમવાસ્ટેટીન, એટોર્યાસ્ટેટીન જેવી સ્ટેટીન પ્રકારની દવા તથા જેમનામાં ટ્રાઇગ્લિસરાઈડ્ઝ વધારે માત્રામાં હોય તેમને ફાઈબ્રેટ્સ પ્રકારની દવા નિયત માત્રામાં લાંબો સમય આપવાથી હાર્ટએટેક તથા લકવો ઘણે અંશે નિવારી શકાય છે તેવું વૈજ્ઞાનિક સત્ય ઘણું પ્રચલિત થયું છે. આવી દવાઓના વપરાશથી હાર્ટને લગતી કે કેરોટિડ નળીને લગતી ઘણી બધી સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી નિવારી શકાશે તેમાં બેમત નથી. આમ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટરોલની યોગ્ય દવા કરવામાં આવે, ખોરાકમાં મીઠું, ઘી-તેલ તથા ગળપણ તદન નિયંત્રિત કરવામાં આવે, તમાકુ-દારૂથી દૂર રહેવામાં આવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy