SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ( લકવો (પેરેલિસિસ) - stroke લકવો આપણા દેશમાં પ્રચલિત-જાણીતો રોગ છે. મૃત્યુ થવાનાં અગત્યનાં કારણોમાં હૃદયરોગ, કેન્સર અને માર્ગઅકસ્માત પછી લકવો એક મહત્ત્વનું કારણ છે. લકવાના મુખ્ય બે પ્રકાર છે - (૧) મગજને રક્ત પૂરતા પ્રમાણમાં ન મળવું (Brain ischemia) અને (૨) મગજમાં રક્તસ્રાવ થવો (Brain hemorrhage). આ રોગ વિશે જનજાગૃતિ તેમ જ માહિતી આમજનતામાં અતિઅલ્પ છે તે એક આશ્ચર્યજનક તેમ જ દુઃખદ બાબત છે વિશેષ તો આ રોગ અંગેનાં જોખમી પરિબળોની સાચી જાણકારીથી હૃદયરોગની માફક જ તેને મહદંશે અટકાવી શકાય છે અને સાવચેતીનાં ચિહ્નોને ઓળખીએ તો મોટા હુમલાથી પણ બચી શકાય છે. આ રોગ થયા પછી ત્વરિત નિદાન અને સારવાર મળે તો ખોડખાંપણોમાંથી પણ બચાવ થઈ શકે છે અને તેમ થવાથી વૈયક્તિક, કૌટુંબિક, આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય હિત બૃહદ્ પ્રમાણમાં સચવાય તો એક મોટી સેવા થઈ ગણાય. અત્રે લકવા(બ્રેઈન એટેક કે સ્ટ્રોક)ની અતિ વિસ્તૃત માહિતી આપવાનું એ જ પ્રયોજન છે. આપણી ચરબી અને ગળપણયુક્ત ખોરાકપદ્ધતિ, બેઠાડુ જીવન, કસરતનો અભાવ, પેટ પરની ચરબી, વારસાગત કારણો, લોહીમાં વધુ પડતી ચરબી.... આ બધાને લઈને આખા વિશ્વમાં ભારતીયો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓમાં હૃદયરોગ અને લકવાનું પ્રમાણ મોખરે છે. લકવો એટલે શરીરની જમણી અથવા ડાબી બાજુ પર અચાનક પક્ષાઘાતનો હુમલો થવો – અંગ રહી જવું. આમાં વિશેષમાં બોલવાની, સમજવાની અને / અથવા જોવાની શક્તિને અસર થાય છે. લકવાના પ્રથમ પ્રકાર એટલે કે બ્રેઈન ઈશ્ચમીઆ થ્રોમ્બોસીસમાં મગજની અમુક ધમનીઓમાં લોહીના પરિભ્રમણમાં રુકાવટ ઊભી થવાથી મગજના કોષોને પોષણ તેમ જ ઑક્સિજનની ઊણપ સર્જાય છે, જેના કારણે આ કોષો કામ કરતા અટકી જાય છે, તેથી આવી તકલીફ ઊભી થાય છે. પક્ષાઘાતના બીજા પ્રકાર એટલે કે બ્રેઈન હેમરેજ બાબતે આપણે વિશેષ ચર્ચા આગળનાં પ્રકરણમાં કરીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy