________________
૨ ૨
મગજ અને જ્ઞાનતંતુના રોગો ઉચ્ચ કક્ષાનાં મશીનોમાં ચુંબકીય ક્ષેત્ર - મૅગ્નેટિક ફિલ્ડ જાળવી રાખવા હેલિયમ ગેસનો ઉપયોગ થાય છે જેથી એમ.આર.આઈ. મશીનને વાતાનુકૂલિત રાખવું પડે છે.
એમ.આર.આઈ. પણ સીટી સ્કેનની માફક મગજ, કરોડરજ્જુ, પેટના અવયવો, કિડની, ફેફસાં, હાડકાં અને સ્નાયુ એમ વિવિધ અંગોની ચોકસાઈપૂર્વકની વિસ્તૃત જાણકારી માટે વાપરી શકાય છે. દરદીના જે ભાગની તપાસ કરવાની હોય છે તે આ મશીનના મધ્યભાગમાં આવે તે રીતે દર્દીને સુવાડવામાં આવે છે. અહીં ઍક્સ-રેનો
ઉપયોગ થતો નથી પરંતુ રેડિયો-તરંગો કરોડરજુનો અને તીવ્ર ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવામાં એમ.આર.આઈ. આવે છે જેથી રેડિએશનનો ભય રહેતો
નથી. શરીરમાં પુષ્કળ પ્રમાણમાં પાણીમાં રહેલા હાઇડ્રોજનનાં પ્રોટોન્સ હોય છે ("H" fH40). એમ.આર.આઈ.ના સિદ્ધાંત પ્રમાણે રેડિયોતરંગો અને ચુંબકીય ક્ષેત્રની મદદથી આ પ્રોટોન્સ ઉત્તેજિત અવસ્થામાં જાય છે અને ગ્રેડિયન્ટ્સ (Gradients)ની મદદથી તેમને પ્રસ્થાપિત અવસ્થામાં લાવવામાં આવે છે.
દરેક કોષમાં રહેલા જુદા જુદા પ્રોટોનની સંખ્યા અને રેડિયોસિગ્નલના આધારે કમ્યુટરની આધુનિક ગણતરીની મદદથી બહુ જ ચીવટપૂર્વક તેમને અલગ તારવવામાં આવે છે અને લેસર કેમેરાની મદદથી ૧૪"x૧૭ની ફોટોફિલ્મ પર દરેક ખૂણેથી ફોટા લઈ શકાય છે. આ કારણસર મગજનાં હાઈટ મેટર અને ગ્રે મેટર આસાનીથી અલગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org